Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૨.
૬૯૩ રત્ન પુણ્ય હોય તો મળે અને પુણ્ય ખૂટતાં ચાલ્યો જાય છે, જ્યારે અનુભવ પરને કે રાગને અનુસરીને નહીં પણ પોતાના ધ્રુવ, શાશ્વત સ્વભાવને અનુસરીને થાય છે, તેથી તે શાશ્વત ચિંતામણિ છે. અનુભવ અવિનાશી રસનો કૂપ છે. અનુભવમાં અંતરના અવિનાશી આનંદનો રસ છલકાય છે. અનુભવ આનંદરસનો મોટો કૂવો છે.
અનુભવદશા સુખરૂપ છે, વિશ્રામરૂપ છે, સ્થિરતારૂપ છે. તેમાં નિજકલ્યાણ છે, તે જ મોક્ષપંથ છે. વિકલ્પ અને રાગ તો દુ:ખરૂપ છે, અવિશ્રામરૂપ છે, અસ્થિરતારૂપ છે. તેમાં કલ્યાણ નથી, તે સંસારનો પંથ છે. અનુભવમાં સમભાવ છે, તૃપ્તિ છે. ચૈતન્યના અનુભવમાં જ શાંતિ છે, તેમાં જ સુખ છે અને તેમાં જ ધર્મ છે. અનુભવમાં ધર્મનાં બધાં વિધિ-વિધાન સમાઈ જાય છે.
અનુભવથી જ ચૈતન્યધામ પમાય છે. ચૈતન્યજ્યોતિ અનુભવથી જ પમાય છે. રાગરહિત અમલ પદ અનુભવથી જ પ્રાપ્ત થાય છે. નિશ્ચય મોક્ષમાર્ગની શરૂઆત અનુભવથી જ થાય છે અને પૂર્ણ મુક્ત દશા પણ અનુભવથી જ પ્રાપ્ત થાય છે. શ્રાવકદશા, મુનિદશા, વીતરાગદશા, કેવળજ્ઞાનદશા - આ પૂજ્ય દશાઓ આત્માના અનુભવથી જ પ્રાપ્ત થાય છે. આત્માના અનુભવથી જ કેવળજ્ઞાનરૂપ અમિત તેજ પ્રગટ થાય છે. અનુભવથી જ અબાધિત દશા પમાય છે. તેનાથી જ સિદ્ધદશા પમાય છે. અતુલ પરમાત્મદશા અનુભવથી જ પમાય છે. આત્માના અનુભવથી જ અનંત મહિમાવાળું પરમેશ્વરપદ પમાય છે. અનુભવ સિવાય બહારના કોઈ કારણથી પરમેશ્વરપદ પમાતું નથી. અનુભવ વિના સાધ્યની સિદ્ધિ થતી નથી.
ભવવાસરૂપી મોટું ઘનઘોર વાદળ વિખેરી નાખવા માટે સ્વાનુભવ એ પ્રચંડ પવન સમાન છે. આ સ્વાનુભવ જ ભગવાસ મટાડવાનો પરમ ઉપાય છે. વીતરાગી સંતો આત્માના અનુભવને જ ભવના નાશનો ઉપાય કહે છે. સંતો સ્વાનુભવરૂપી સુધાનું પાન કરીને અજર-અમર મોક્ષપદને સાધે છે. અત્યાર સુધી અનંતા સંતો અનુભવરસના પ્યાલા પીને અજર-અમર થયા છે.
સર્વ ગ્રંથોનો સાર અનુભવ છે. ચારે અનુયોગના બધા ગ્રંથોનો સાર અનુભવ છે. નવ તત્ત્વોનો સાર પણ અનુભવમાં જ સમાય છે. બધાં વિધાનોનો સાર એ જ છે કે અંતરમાં જઈ આત્માનો અનુભવ કરવો. ગ્રંથોમાં વારંવાર તે જ કહ્યું છે. સર્વ સતુશાસ્ત્રોમાં વારંવાર અનુભવની પ્રશંસા કરવામાં આવી છે. આત્માનો અનુભવ તે જ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. અનુભવથી ઊંચું અન્ય કોઈ પદ નથી. તેની સામે ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ તુચ્છ તરણા સમાન છે. મુનિજન વગેરે અનુભવી જીવોના ચરણને ઇન્દ્રાદિ સેવે છે. અનુભવ જગત-ઉદ્ધારક છે. અનુભવ મોક્ષનું નિધાન છે અને સુખનું નિધાન છે. અનુભવની પર્યાયમાં અનંત ગુણનો સ્વાદ સમાઈ જાય છે. અનંત ગુણનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org