Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
રાચે છે. જીવે પોતાની દૃષ્ટિનું પરિવર્તન કરવાની જરૂર છે. સ્વભાવ તરફ દષ્ટિ જતાં તે જ્ઞાતા બને છે અને કર્તા-ભોક્તાબુદ્ધિ ટળી જાય છે. દષ્ટિ બદલવાની જરૂર છે. તેનું વીર્ય જો ઊંધી દિશામાં વપરાય તો અનંત દુઃખ અને શોકની પરંપરા સર્જાય છે, પરંતુ એ જ વીર્ય જો સવળી દિશામાં વળે છે તો તે વીર્ય નિજ અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે.
કર્તા-ભોક્તાબુદ્ધિ તોડવા માટે પોતાની વૃત્તિ જ્ઞાયકતત્ત્વની સન્મુખ કરવી જોઈએ. દરેક પ્રસંગ વખતે દરેક કાર્ય કરતી વખતે જ્ઞાયકતત્ત્વનું સ્મરણ કરવું કે કરનારો નથી, ભોગવનારો નથી, કેવળ જોનારો છું.' દ્રષ્ટાને અલગ કરવો જોઈએ. અનંત જન્મોથી પરમાં તાદાભ્ય કરવાનું જ જીવ શીખ્યો છે, તોડવાનું નથી શીખ્યો. હવે તેણે આ તાદાભ્ય તોડવાનો અભ્યાસ કરવાનો છે. પોતાની જાતને ઢંઢોળીને જગાડવાની છે કે “મારે કર્તુત્વ-ભોસ્તૃત્વભાવ કરવાનો નથી. ચારે તરફ આ જે કંઈ હું જોઈ રહ્યો છું તે એક નાટક છે અને હું એક પ્રેક્ષકથી વધારે કંઈ જ નથી. હું કર્તા-ભોક્તા નથી, હું ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા છું.'
દરેક ઘટનામાં કર્તા-ભોક્તાભાવ સ્થાપ્યા વિના જ્ઞાયકભાવે તેને જોવી જોઈએ. તેને એવી રીતે જોવી ઘટે કે જાણે તે ઘટના રંગમંચ ઉપર ભજવાઈ રહી હોય. તે ઘટના નાટકરૂપે જોવી જોઈએ, તેનાથી અલગ, એક તટસ્થ પ્રેક્ષકની જેમ. જે ઘટનાઓ નાટકમાં ઘટિત થઈ રહી છે, તેના માત્ર દર્શક બની જવું જોઈએ. તેને એવી રીતે જોવી જોઈએ કે જાણે એ ઘટના કોઈ બીજાના જીવનમાં બની રહી છે. તેને પૃથપણે જોવી જોઈએ. તેની સાથે એકાત્મ બનીને નહીં.
જીવે સતત યાદ રાખવું જોઈએ કે સમગ્ર ઘટનાથી પોતે પૃથક છે, અસ્પૃશ્ય છે. રાગાત્મક-દ્વેષાત્મક પ્રતિક્રિયા વિના જ્ઞાતા-દ્રષ્ટાભાવે તેને જોવી જોઈએ. કોઈ અપમાન કરે તો તે અપમાનને તટસ્થપણે જોવું જોઈએ. તે ઘટનામાં કર્તા-ભોક્તા બનીને ક્રોધ ન કરવો જોઈએ. જો અપમાનની ઘટનામાં તાદાત્મ સ્થપાશે તો ક્રોધનાં પરિણામ અવશ્ય જાગશે, પરંતુ જો તેને જ્ઞાતા-દ્રષ્ટાભાવે નિહાળવામાં આવે તો ક્રોધનાં પરિણામ નહીં થાય. કોઈ અપમાન કરી રહ્યું હોય ત્યારે આખી ઘટનાના તટસ્થ પ્રેક્ષક થઈ જવાથી ક્રોધ નહીં આવે. એ રીતે જ જ્યારે પ્રશંસાનું દશ્ય હોય ત્યારે આલાદિત ન થવું જોઈએ, ઉદાસીન થઈને તેને પણ નાટકની જેમ જોવું જોઈએ.
રસ્તા ઉપર ચાલતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે પોતે નથી ચાલતો, માત્ર શરીર ચાલે છે. ધીરે ધીરે એક આલાદક અનુભવ થશે કે રસ્તા ઉપર ચાલતી વખતે અંદર બે ભાગ પડી ગયા છે. એક ચાલી રહ્યો છે અને એક સ્થિરપણે જાણી રહ્યો છે. એ જ પ્રમાણે ભોજન કરતાં લાગશે કે એક ભોજન કરી રહ્યો છે અને એક જ્ઞાતાભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org