Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૭૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ નહીં. હર્ષ-શોકનો ભોગવટો આત્માનાં દ્રવ્ય કે ગુણમાં નથી, માત્ર પર્યાયમાં એક સમયપૂરતો છે. વિકારના અભોક્તાસ્વરૂપ એવા ત્રિકાળી દ્રવ્ય-ગુણ તરફ વળતાં, પર્યાયમાંથી હર્ષ-શોકનું ક્ષણિક ભોક્તાપણું પણ છૂટી જાય છે અને તેથી દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેથી આત્મા અભોક્તા થઈ જાય છે.
અભોક્તાસ્વભાવને ભૂલીને બહારની વસ્તુને ઠીક-અઠીક માનવી, તેનાથી પોતાને સુખ-દુઃખ થાય એમ માનવું તે સંસારનું મૂળ છે. આત્માર્થી જીવ જાણે છે કે “જડમાં તો કશે પણ સુખ નથી અને જડ તરફના વલણથી હર્ષાદિની લાગણી થાય તેમાં પણ સુખ નથી. સુખ તો માત્ર પોતાના સ્વભાવમાં છે અને અંતર્મુખ થઈ તે સ્વભાવમાં સ્થિર થવાથી જ પોતાને પોતાના સુખનું વેદન થાય છે. સંયોગ તરફનું પોતાનું વલણ સંકોચવાથી, અંતર્મુખ થઈ સ્વભાવમાં સ્થિર રહેતાં અતીન્દ્રિય સુખનું વદન થાય છે.'
જ્ઞાનને અંતરમાં વાળતાં જે અતીન્દ્રિય આનંદનો ભોગવટો થાય છે, તેમાં હર્ષશોકના ભોગવટાનો અભાવ છે. જ્ઞાયકસ્વભાવ તરફ વળીને તેનું વેદન જે નથી કરતો, તે જ વિકારનો ભોક્તા થઈને ચાર ગતિમાં રખડે છે. જો નિજજ્ઞાયકસ્વભાવ તરફ વળે તો વિકારનું વેદન રહે નહીં, પણ આનંદનું વેદન થાય. આત્માનો લક્ષ કરવામાં આવે તો હર્ષ-શોકનું વદન થતું નથી. જે અભોક્તાસ્વભાવને લક્ષમાં લે છે, તેને ગમે તે સંયોગમાં પણ પોતાની શાંતિનું વેદન છૂટતું નથી.
જ્ઞાનીને અભોક્તાશક્તિનું નિર્મળ પરિણમન શરૂ થઈ ગયું હોય છે. તેમને અલ્પ હર્ષાદિ વખતે પણ, તેનાથી ભિન્ન જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ વર્તતી હોવાથી તેમને હર્ષાદિનું વેદન નથી, પણ જ્ઞાયકસ્વભાવનું વેદન વર્તે છે. જ્ઞાની શુદ્ધ દ્રવ્ય ઉપર દૃષ્ટિ રાખતા હોવાથી તેઓ હર્ષ-શોકના ભોક્તા નથી થતા, પણ જ્ઞાતા રહે છે. અજ્ઞાની પર્યાયદષ્ટિથી એકલા હર્ષ-શોકના ભોગવટાને જ જુએ છે, એટલે તેને જ્ઞાતાપણું નથી રહેતું; પરંતુ જ્ઞાની તો આત્મસ્વભાવ ઉપર દૃષ્ટિ રાખતા હોવાથી, અતીન્દ્રિય આનંદના ભોગવટા સહિત, પર્યાયમાં થતા હર્ષ-શોકનો હું ભોક્તા નથી' એમ હર્ષ-શોકના તેઓ જ્ઞાતા રહે છે.
જ્ઞાનીને હર્ષ-શોકનાં જે અલ્પ પરિણામ થાય છે તેમાં તેઓ તન્મય થતા નથી. જો તેમાં તન્મય થઈ જાય તો તેમને અભોક્તાપણું રહેતું નથી. અજ્ઞાની હર્ષ-શોક વગેરેમાં તન્મય થઈને તેને જ ભોગવે છે, તેનાથી જુદા જ્ઞાનસ્વભાવનું જરા પણ વેદન તેને હોતું નથી. હર્ષ-શોકનાં પરિણામ જ્ઞાતા પરિણામથી જુદાં જ છે એમ અનુભવથી જાણતા હોવાથી જ્ઞાની હર્ષ-શોકના ભોક્તા નથી થતા, પણ જ્ઞાતા જ રહે છે.
વિકારના ભોગવટારહિતનો આત્માનો જ્ઞાન-આનંદસ્વભાવ ઓળખે તો અભોક્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org