Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૯
૬૪૩ સદ્ગુરુદેવના ઋણનો સ્વીકાર કરે છે. શ્રીમદે આ ગાથાઓમાં શિષ્યનો અભુત સમર્પણ ભાવ દર્શાવ્યો છે.
ગાથા ૧૧૯ થી ૧૨૩માં શ્રીમદે છ પદની સંક્ષિપ્ત વ્યાખ્યા કરી છે. તેમાં શ્રીમન્નો ગંભીર શુભાશય બે પ્રકારે જોવામાં આવે છે – (૧) કોઈ ભવ્ય જિજ્ઞાસુ જીવ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો અભ્યાસ કરી આગળ વધતાં છ પદની યથાર્થ વ્યાખ્યા ભૂલી જાય અથવા તેની સમજણમાં અયથાર્થતા આવી જાય અથવા કંઈ સંદેહ ઉત્પન્ન થાય તો તેના સમાધાન અર્થે તે પદોની સંક્ષિપ્ત વ્યાખ્યા ફરીથી કહી છે, જેથી ન્યાયયુક્ત સિદ્ધાંતો તેના અંતરમાં દઢ થાય અને સમજણમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવા ન પામે. કદાપિ આત્માર્થી જીવ વિચક્ષણ અને સુબુદ્ધિવાન હોય અને તેથી જો ઉપરોક્ત દોષનો ઉદ્ભવ થવાની શક્યતા ન હોય તો ત્યાં પણ આ વ્યાખ્યાથી તે જીવના નિર્મળ ભાવોની વૃદ્ધિ થાય એ શુભાશય છે. (૨) શ્રી જ્ઞાની પુરુષોએ આ છ પદને સમ્યગ્દર્શનનાં મુખ્ય નિવાસભૂત કહ્યાં છે, જે અત્યંત સંદેહરહિત છે, સહજ વિચારમાં સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે એમ કહ્યું છે. તેની પ્રતીતિરૂપે શિષ્યનું દૃષ્ટાંત અહીં મોજૂદ છે. શ્રીગુરુના ઉપદેશ પછી સુશિષ્યને વિચારબળ વડે છ પદના ભાવોનો નિશ્ચય થાય છે, આત્મજ્ઞાન પ્રગટે છે અને તે પોતે પોતાના અનુભવનું શ્રીગુરુ સમક્ષ નિવેદન કરે છે. તે અનુભવસ્વરૂપ કથનની સચોટ અસર વાંચનાર અથવા શ્રવણ કરનાર જિજ્ઞાસુ જીવ ઉપર થયા વિના રહેતી નથી. તેથી આ વાંચીને કે સાંભળીને જિજ્ઞાસુ જીવના અંતરમાં જાગૃતિ આવે, છ પદના ન્યાય સપ્રમાણ જણાય અને પરિણામે સ્વાનુભવનો પુરુષાર્થ ઉપાડવા અંતરમાં વૃત્તિ ઊછળે એવો શુભ આશય પણ અહીં જણાય છે.
કૃતજ્ઞતાના ભાવથી ભાવિત થયેલો સુશિષ્ય, પોતાને થયેલી બોધબીજપ્રાપ્તિને વાણી દ્વારા પ્રદર્શિત કરતાં કહે છે –
“સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; (ગાથા
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.” (૧૧૯) શિષ્યને સદ્દગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું
એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. (૧૧૯)
શ્રી સદ્ગુરુના ઉપદેશથી શિષ્યને અપૂર્વ ભાન આવ્યું અને તેનું અનાદિનું ભાવાર્થ Lના અજ્ઞાન દૂર થઈ જ્ઞાનપ્રકાશ થયો. સદ્ગુરુના સર્વોત્તમ સદુપદેશથી તેની આત્મભ્રાંતિ દૂર થઈ. સદ્દગુરુની દેશનાના નિમિત્તે દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ અને
અર્થ એવું ભાન આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org