Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧ ૨૧
- ગાથા ૧૨૦માં સુશિષ્ય કહે છે કે આત્માનુભૂતિ થતાં તેને પોતાનું સ્વરૂપ ભૂિમિકા [22] શુદ્ધ ચૈતન્યમય, અજર, અમર, અવિનાશી અને દેહાતીત સ્પષ્ટપણે ભાડું છે. સદ્ગુરુના ઉપદેશથી અનાદિ અજ્ઞાન ટળી જતાં આત્મદષ્ટિ પ્રાપ્ત થઈ છે અને પોતાનું સ્વરૂપ જેમ છે તેમ તેને સ્પષ્ટપણે પ્રતીત થયું છે એવી જાહેરાત આ ગાથામાં સુશિષ્ય કરી છે.
આમ, આત્માનાં પ્રથમ બે પદની - અસ્તિત્વ તથા નિત્યત્વની પ્રતીતિ થઈ છે એમ કહી, હવે ત્રીજા અને ચોથા પદની, અર્થાત્ કર્તુત્વ અને ભોક્નત્વ પદની યથાર્થ પ્રતીતિ ક્યા પ્રકારે થઈ છે તે વિષે શિષ્ય ગાથા ૧૨૧ તથા ૧૨૨માં જણાવે છે.
સ્વાનુભવ થતાં આત્માનાં કર્તુત્વ તથા ભોફ્તત્વનું પરિણમન કેવા પ્રકારે થાય છે તે વિષે શિષ્ય જણાવે છે –
“કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; ગાથા
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય.” (૧૨૧) - જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અર્થ - અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. (૧૨૧)
= અનાદિથી પોતાના નિર્મળ, નિરાકુળ, સુખમય ચૈતન્યસ્વભાવને ભૂલી જઈ LA] શિષ્ય વિભાવરૂપે પરિણમતો હતો, અર્થાત્ રાગાદિ ભાવકર્મના કર્તા-ભોક્તા રૂપે પરિણમતો હતો. તે વિકારી ભાવોનું નિમિત્ત પામી, કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ ખેંચાઈને જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે સ્વયં પરિણમી, આત્મપ્રદેશોની સાથે એકક્ષેત્રાવગાહે સ્થિત થતાં હતાં અને યોગ્ય સમયે તથારૂપ રસ આપી છૂટાં પડી જતાં હતાં. આમ, અજ્ઞાનના કારણે તે દ્રવ્યકર્મના કર્તા-ભોક્તારૂપે પરિણમતો હતો.
સદ્ગુરુના ઉપદેશ દ્વારા સમ્યક અભિપ્રાય થવાથી તથા ભેદજ્ઞાનના અભ્યાસથી ઉપયોગ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય તરફ વળતાં તે કર્મનો કર્તા-ભોક્તા રહેતો નથી. અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ વડે આત્મસ્વભાવમાં એકાગ્ર થવાથી, તેનું ચૈતન્યબળ વૃદ્ધિગત થાય છે અને તેથી રાગાદિ વિકારી ભાવોના કે તેના નિમિત્તે બંધાતાં શુભાશુભ દ્રવ્યકર્મના કર્તા-ભોક્તારૂપે તે પરિણમતો નથી. ઉપયોગ શુદ્ધ સ્વરૂપમાં લીન થતાં તે પરનો અકર્તા-અભોક્તા થાય છે. મોક્ષના ઉપાય સંબંધી બોધ આપતાં
'ભાવાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org