________________
ગાથા-૧૨૦
૬૫૯
વીર્ય ઉલ્લસાવીને એક વાર શ્રદ્ધારૂપી સિંહનાદ કર તો તને ખાતરી થશે કે તું પણ સિદ્ધ પરમાત્મા જેવો જ છે. તારામાં પણ સિદ્ધ ભગવાન જેવું જ પરાક્રમ ભર્યું છે. તારો આત્મા પણ પ્રભુતાથી ભરેલો છે.' આમ, પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાયકસ્વભાવનો મહિમા શ્રીગુરુ શિષ્યને જણાવે છે. આવા ચૈતન્યતત્ત્વનું ભાન થતાં જ સુશિષ્યની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. તેનો આત્મા જાગી ઊઠે છે અને તે પોતાના ચિદાનંદસ્વભાવની સન્મુખ થાય છે.
શ્રીગુરુનો ઉપદેશ સાંભળી સુશિષ્ય અનુપ્રેક્ષણ કરે છે કે ‘જ્ઞાનીઓએ ભેદજ્ઞાનના સતત અભ્યાસથી તત્ત્વદૅષ્ટિ પ્રાપ્ત કરીને આત્માના યથાર્થ સ્વરૂપને જોયું, જાણ્યું, અનુભવ્યું અને તેમાં જ સમાઈ ગયા છે. અનુભવરૂપ અમૃતરસના આહ્લાદમાં નિમગ્ન એવા જ્ઞાનીઓએ પોતાનો આત્મા જેવા પ્રકારે જાણ્યો છે, તેવા પ્રકારે બોધ્યો છે. તેમના જેવું જ મારું સ્વરૂપ છે. શરીર તે હું નથી. શરીર મારું સ્વરૂપ નથી. મન, વચન પણ મારાં નથી. તો પછી તેનાથી તદ્દન ભિન્ન એવાં ધન, સ્વજન આદિ કાંઈ પણ મારાં થઈ જ કેમ શકે? શરીરાદિ મારાથી ભિન્ન છે, તે મારું સ્વરૂપ નથી; પણ સિદ્ધ સમાન, સદા ઉપયોગ લક્ષણવાળો, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ જેવું જ્ઞાનીના જ્ઞાનમાં ભાસ્યમાન છે તેવો હું સહજસ્વરૂપી આત્મા છું. આવા સ્વરૂપમાં જ મારો ઉપયોગ રમણ કરે એમાં જ મારું કલ્યાણ છે. સર્વ મહાપુરુષોએ પોતાના ઉપયોગને આત્મસ્વરૂપમાં જ જોડી રાખ્યો અને ભારે ભારે ઉપસર્ગો આવવા છતાં તેઓ પોતાના ધ્યાનથી વિચલિત થયા નથી. હું પણ બાહ્ય પદાર્થોનું લક્ષ છોડી મારા સ્વરૂપ તરફ અભિમુખ થાઉં.' આમ, આત્માના ત્રિકાળી શુક્ર સ્વભાવ તરફ વળતાં, તેની રુચિ કરી ત્યાં જ એકતાન થતાં અશુદ્ધતા ટળે છે અને નિજપદની પ્રાપ્તિ થાય છે. ધ્રુવ તત્ત્વની નિરંતર ભાવના કરતાં આત્મજ્ઞાન પ્રગટે છે. આત્મજ્ઞાની ગુરુની કૃપાથી અંતર્મુખ ષ્ટિ પામી, સતત અભ્યાસથી તે સાક્ષાત્ અનુભવ-અમૃતને પામી ધન્ય બને છે.
-
જ્યારે સુશિષ્યને નિજપદનું દર્શન થાય છે ત્યારે તેને પોતાનું સ્વરૂપ શુદ્ધ ચેતનારૂપે જણાય છે. સ્વમાં પહોંચતાં કર્મકૃતમાં કરેલું તેનું હુંપણું મટી જાય છે, વિલીન થઈ જાય છે અને પોતાનું આત્મસ્વરૂપ શુદ્ધ ચેતનારૂપ ભાસે છે. આત્મતત્ત્વ ચૈતન્યમય છે. આત્મસ્વરૂપ ચૈતન્યથી પૂર્ણપણે રચાયેલું છે. ચેતના એ જ આત્માનું સ્વરૂપ છે. ઘડામાં બોર ભરેલાં હોય, ત્યાં ઘડો જુદો છે અને બોર જુદાં છે; એવી રીતે ચેતના કંઈ આત્મામાં નથી, પણ જે ચેતના છે તે જ આત્મા છે. જેમ બુંદીના લાડવામાં બુંદી જ બુંદી છે, બુંદી જ તેનું સ્વરૂપ છે; તેમ આત્મામાં ચેતના જ છે, ચેતના એ જ આત્માનું સ્વરૂપ છે. આત્મા જ્ઞાનમય છે. તે જ્ઞાનમાત્ર છે. દરેક દશામાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org