________________
ગાથા-૧૨૦
૬૬૫.
સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જીવ પોતાના અવિકારી જ્ઞાનસ્વરૂપને જ જુએ, એ સ્વરૂપમાં જ તેની દૃષ્ટિ રહે તો તેનું સંસારપરિભ્રમણ અટકે. તેથી સરુના ઉપદેશના આશ્રયે આત્મા અને દેહની પૃથકતાનો નિર્ધાર કરવો જોઈએ.
હાઈડ્રોજન અને ઑક્સિજનના સંયોજનથી પાણીનો અણુ (H2O) બને છે. હાઈડ્રોજનના ગુણધર્મો જુદા છે, ઑક્સિજનના ગુણધર્મો જુદા છે. હવે જો પાણીમાંથી ઑક્સિજનને છૂટો કરવો હોય તો સૌ પ્રથમ તે જુદા ગુણધર્મોનો છે અને તેને છૂટો પાડી શકાય છે એવી શ્રદ્ધા હોવી જોઈએ. રસાયણશાસ્ત્રના શિક્ષક પાસેથી તેના ગુણધર્મો શીખી, શુદ્ધ ઑક્સિજન મેળવવા માટે કઈ પ્રક્રિયા કરવી જોઈએ તેનો અભ્યાસ કરી, તેમના માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવામાં આવે તો શુદ્ધ ઑક્સિજન મેળવવો સહજ સાધ્ય છે.
તે જ પ્રમાણે આત્મા તથા પુદ્ગલના સંયોગના કારણે આત્મા મનુષ્ય આદિ રૂપે દેખાય છે. શુદ્ધ આત્મદ્રવ્યના ગુણધર્મો પુદ્ગલના ગુણધર્મોથી સર્વથા જુદા છે. તે સંયોગમાંથી શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ કરવી હોય તો તે અંગેની યથાર્થ વિધિ અનુસરવી જોઈએ. જેઓ શુદ્ધ બન્યા છે, તેમના માર્ગદર્શનમાં સૌ પ્રથમ શુદ્ધ જીવદ્રવ્યના ગુણધર્મો શરીરના ગુણધર્મોથી જુદા છે, અર્થાત્ તે બન્ને ભિન્ન છે એવી શ્રદ્ધા કરવી જોઈએ, શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિની પ્રક્રિયાનો અભ્યાસ કરવો જોઈએ તથા તદનુસાર પ્રયોગ કરતાં દેહથી ભિન્ન એવા શુદ્ધ આત્માનો અનુભવ થાય છે; તેને જ સમ્યગ્દર્શન (યથાર્થ શ્રદ્ધા), સમ્યજ્ઞાન (યથાર્થ બોધ) અને સમ્યક્યારિત્ર (યથાર્થ આચરણ - લીનતા) કહેવાય છે અને એ જ મોક્ષમાર્ગ છે.
‘હું દેહાદિથી ભિન્ન એવો કેવળ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્મા છું' એવું નિરંતર ભાવન કરતાં અનંત આત્માઓ મુક્તિ પામ્યા છે. ‘આ દેહ તે હું' એવી દેહમાં આત્મભાવના એ અન્ય દેહ ધારણ કરવાનું બીજ છે અને ‘આ આત્મા તે હું એમ આત્મામાં જ આત્મભાવના તે વિદેહપ્રાપ્તિનું બીજ છે. જો કે અનાદિ દેહાધ્યાસના સંસ્કારના કારણે દેહમાંથી આત્મબુદ્ધિ ત્યાગવી જીવને દુષ્કર લાગે છે, તથાપિ તેમ કરવાનો જેને નિશ્ચય થાય છે તે તેમાં અવશ્ય સફળ થાય છે. તે સદ્દગુરુના ઉપદેશથી પોતાના સ્વરૂપની જાણકારી મેળવે છે અને જેવું સ્વરૂપ છે તેવી જ શ્રદ્ધા કરે છે. તે સુવિચારણાથી દઢ નિર્ણય કરે છે કે હું દેહ નથી. દેહ મારાથી સર્વથા ભિન્ન છે. દેહ પરપદાર્થ છે. તેના પરિણમનથી મને કોઈ લાભ-નુકસાન નથી. દેહને ગમે તે થાય તેનાથી મને કોઈ ફરક નથી પડતો.' ભેદજ્ઞાનના અભ્યાસથી કોઈ ધન્ય પળે તેને સ્વાનુભવ થાય છે અને પોતાનું અસ્તિત્વ તેને દેહાદિથી ભિન્ન સ્પષ્ટપણે અનુભવમાં આવે છે. તે દેહાશિ પરિવર્તનોથી ભિન્ન પોતાને એક અખંડ સત્તારૂપે અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org