Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૬૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પણ જે સ્થિર છે, ધ્રુવ છે, અચળ છે; તે તત્ત્વ પ્રત્યે તેની નજર પણ જતી નથી. પર્યાય ઉપર તેની દૃષ્ટિ હોવાથી તેને ધ્રુવ દ્રવ્યનો કંઈ પણ ખ્યાલ જ આવતો નથી. જીવ આ અપરિવર્તનશીલ તત્ત્વને ઓળખી લે - ધ્રુવની પકડ કરી લે તો જીવનની દિશા બદલાય અને અંધકારને બદલે પ્રકાશમાં આગળ વધાય. તે જીવનનો હેતુ અને ધર્મનો પરિચય પામે તથા આત્મસ્વરૂપમાં તેની પ્રતિષ્ઠા થાય.
પોતાનું અજર, અમર, અવિનાશી, દેહાતીત સ્વરૂપ અનુભવ્યું હોવાથી જ્ઞાનીને દેહની ગમે તેવી પ્રતિકૂળ અવસ્થા પણ ચલિત કરી શકતી નથી. તેમને મરણાદિનો ભય નથી લાગતો. જ્ઞાની પુરુષો મરણ વખતે મરણપીડાની અનંતી અનંતી ભીંસમાં પણ ભીસાતા નથી, જ્યારે અજ્ઞાનીને સંયોગદષ્ટિ હોવાથી અંતકાળે તે મરણનાં અનંત દુઃખમાં ભીંસાઈ જાય છે. અજ્ઞાનીની વૃત્તિ નિરંતર બહિર્મુખ રહી હોવાથી આવા પ્રસંગે અજ્ઞાની તીવ્ર ખેદમાં સરી પડે છે. અજ્ઞાની મરણ વખતે દારુણ રીતે મરે છે, પણ જ્ઞાની તો નિજાનંદની લહેરમાં ઝૂલતાં ઝૂલતાં દેહ છોડે છે.
જેમ પહેલાના જમાનામાં સતી સ્ત્રીઓ પતિની પાછળ હર્ષ અને ઉલ્લાસ સાથે, શૂરાતનથી સળગતી ચિતામાં પોતાના પ્રાણને હોમી દેતી હતી; જરા પણ ભય કે ખચકાટ વગર જેમ સળગતા દીવા ઉપર પતંગિયું કૂદી પડે છે; જેમ કોઈ રાજપૂતને યુદ્ધના ઢોલ અને બુંગિયો વાગે ત્યારે એવું શૂરાતન ચડી જાય કે લોઢાની જાડી કોશને પણ હાથ વડે બેવડી વાળી નાંખે; તેમ મોક્ષને પ્રાપ્ત કરવા સંસામે ચડેલા જ્ઞાની પુરુષો દેહવિયોગ વખતે એવા શૂરાતનમાં આવી જાય છે કે આત્માનંદમાં ઝૂલતાં ઝૂલતાં તેઓ નિઃસ્પૃહ ભાવે કલેવર ફેંકીને ચાલ્યા જાય છે, જાણે કે દેહ સાથે તેમને ક્યારે પણ કોઈ સંબંધ જ હતો નહીં!
જેમને પોતાની તાત્ત્વિક સત્તાનો અનુભવ થાય છે, તેઓ પરદ્રવ્યની સાથે તાદાભ્ય ન અનુભવતાં તેના માત્ર દ્રષ્ટા થઈને રહે છે. તેઓ મન, વાણી અને કાયાથી પોતાની ભિન્નતા જાણે છે તેમજ મન, વાણી અને કાયાની ક્રિયાને તટસ્થભાવે જુએ છે. ૨ “માત્ર જ્ઞાનધારક પદાર્થ છું અને જ્ઞાન એ જ મારી ક્રિયા છે' એવું ભાન તેમને સતત રહે છે. આ જ સમ્યજ્ઞાન છે એમ શ્રીમદ્ તેમના મૂળ માર્ગનું રહસ્ય ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ઈસ્ટોપદેશ', શ્લોક ૨૯
'न मे मृत्युः कुतो भीतिर्न मे व्याधिः कुतो व्यथा ।
नाहं बालो न वृद्धोहं, न युवैतानि पुद्गले ।।' ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર', ગાથા ૧૬૦
'णाहं देहो ण मणो ण चेव वाणी ण कारणं तेसिं । कत्ता ण ण कारयिदा अणमंता व कत्तीणं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org