Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૬૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વસ્તુ છું. હું મારા આત્માને દર્શન-જ્ઞાન-ઉપયોગરૂપે - શુદ્ધ ચેતનારૂપે જ અનુભવું છું. પુદ્ગલના સ્પર્શાદિ ગુણોને જાણવા છતાં હું સ્પર્શાદિપણે ક્યારે પણ પરિણમતો નથી. રૂપી પદાર્થોને જાણવા છતાં હું તે રૂપી સાથે તન્મય થતો નથી. હું તો જ્ઞાન સાથે જ તન્મય છું, માટે હું સદા અરૂપી છું. આમ, એક, શુદ્ધ, જ્ઞાન-દર્શનમય, સદા અરૂપી આત્માને હું અનુભવું છું અને આવા મારા સ્વરૂપને અનુભવતો હું પ્રતાપવંત વર્તુ છું. સ્વસંવેદનપ્રત્યક્ષ આત્માના અનુભવથી પ્રતાપવંત વર્તતા એવા મને, મારાથી બાહ્ય સમસ્ત પદાર્થોમાં કોઈ પણ પરદ્રવ્ય - પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જેમાં હું એક થઈને મોહ ઉત્પન્ન કરું.'
શ્રીગુરુ દ્વારા પરમ અનુગ્રહપૂર્વક શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવામાં આવતાં, નિરંતર ઉદ્યમ વડે તે સ્વરૂપને સમજીને, શિષ્ય પોતાના આત્માને આવો અનુભવે છે એમ આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર' ગ્રંથના જીવ અધિકારનો ઉપસંહાર કરતી ગાથા ૩૮માં કહે છે. તેવી જ રીતે શ્રીમદે આ ગાથાની પ્રથમ પંક્તિમાં, શિષ્યના અનુભવસિદ્ધ કથન વડે પ્રથમ પદ ‘આત્મા છે' તેનું સંક્ષિપ્ત વર્ણન ઉપસંહારરૂપે કર્યું છે.
પ્રથમ પંક્તિમાં શિષ્ય કહે છે કે તેને નિજસ્વરૂપ - આત્મસ્વરૂપ શુદ્ધ ચેતનારૂપ “ભાસ્યું. પ્રથમ પદમાં ગાથા ૪૯-૫૦માં કહ્યું હતું કે “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન', અર્થાત્ અનાદિ અજ્ઞાનના કારણે શિષ્ય દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરેને નિજસ્વરૂપ માનતો હતો. તેના અનુસંધાનમાં હવે શિષ્ય કહે છે કે તે અનાદિ અજ્ઞાન દૂર થતાં, દેહાધ્યાસ છૂટી જતાં, તેને નિજસ્વરૂપ શુદ્ધ ચેતનારૂપ “ભાસ્યું છે. આ વિષે શ્રીમદે અન્યત્ર કહ્યું છે કે –
‘આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યક્ત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે.
જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તોપણ તે બોલવા માત્ર છે, કાણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી.”
શિષ્યને પોતાનું અસ્તિત્વ ભાસ્યું છે એમ ગાથાની પ્રથમ પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. તેને પ્રથમ પદ ‘આત્મા છે' ની અનુભવ સહિતની પ્રતીતિ થઈ છે. વળી, શિષ્યને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૦ (વ્યાખ્યાનમાર-૧, ૨૨૦)
અા થાય
(વાખાનાની પ્રતીતિ થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org