Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૨૦
ભૂમિકા
ગાથા
- ગાથા ૧૧૯માં સુશિષ્ય કહે છે કે આત્મજ્ઞાની ગુરુનો ઉપદેશ સાંભળી, પૂર્વે
"] કદી નહીં થયેલું એવું આત્મભાન પ્રગટ્યું છે. પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું છે અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન ટળ્યું છે, અર્થાત્ જ્ઞાનદશા પ્રગટી અને અનાદિની અજ્ઞાનદશા ટળી.
શ્રીગુરુના સચોટ સમાધાન દ્વારા સુશિષ્યને સુવિચારદશા પ્રગટી અને તેથી તેને અત્યંત સંદેહરહિતપણે છ પદનો નિર્ણય તથા નિશ્ચય પ્રગટ્યા, જેના પરિણામે તેને આત્માનુભૂતિ થઈ. આ તથ્ય તેણે ગાથા ૧૧૯માં “આવ્યું અપૂર્વ ભાન' તથા 'નિજપદ નિજમાંહી લહ્યું' એમ કહીને દર્શાવ્યું છે. આજ સુધી જે જ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપે પ્રવર્તતું હતું તે સમ્યક્ થયું. સમ્યજ્ઞાન થતાં તેને પોતાનું સ્વરૂપ કેવું ભાસ્યું છે તે જણાવતાં સુશિષ્ય કહે છે –
ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; (ગાથા)
અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.” (૧૨૦) પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી અર્થ સ્પષ્ટ જુદું ભાસ્યું. (૧૨૦)
- નિજપદ જ્યારે નિજમાં પ્રાપ્ત થયું ત્યારે સુશિષ્યને પોતાનું સ્વરૂપ શુદ્ધ [૧] ચૈતન્યમય ભાસ્યું. નિર્મળ જ્ઞાનરૂપ અને નિર્મળ દર્શનરૂપ પોતાનું સ્વરૂપ
ભાવાર્થ તેને પ્રતીત થયું. પોતે માત્ર જાણવા-જોવાના સ્વભાવરૂપ છે એમ તેને ભાસ થયો. નિજતત્ત્વ શુદ્ધ ચૈતન્યમય ભાસતાં સુશિષ્યને પોતાની ત્રિકાળી સત્તાનું ભાન થયું. તેને અનુભવ થયો કે તેનું સ્વરૂપ દેહથી સર્વથા ભિન્ન છે અને તેથી પોતાનું સ્વરૂપ ન કરે છે, ન મરે છે, ન તેનો નાશ થાય છે. દેહ પૌગલિક છે, વિનાશી છે, પણ પોતે તો દેહથી ભિન્ન, શુદ્ધ ચૈતન્યમય, અજર, અમર અને અવિનાશી છે એમ તેને પોતાનું સ્વરૂપ સ્પષ્ટપણે ભાસ્યું. પૂર્વે અજ્ઞાનદશાના કારણે જે તત્ત્વ સમજાયું ન હતું, તે તત્ત્વ જ્ઞાનદશા પ્રગટતાં સ્પષ્ટપણે સમજાયું છે, ભાસ્યું છે.
આમ, શ્રીગુરુએ આપેલાં સમાધાનથી ‘આત્મા છે' એવું પ્રથમ પદ અને ‘આત્મા નિત્ય છે' એવા બીજા પદની જે પ્રતીતિ સુશિષ્યને વિચારપૂર્વક થઈ હતી, તે હવે અનુભવથી થઈ છે એ વાત “ભાસ્યું' શબ્દ દ્વારા સૂચિત થાય છે. પ્રથમ બે પદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org