________________
ગાથા-૧૧૯
ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે.'૧
સ્વ અને પરની ભિન્નતાનો અનુભવાત્મક બોધ થતાં આત્મામાં ચૈતન્યના શાંત રસની વર્ષા થાય છે અને અનાદિના વિષય-કષાયની ભયંકર આગ ક્ષણમાત્રમાં ઠરી જાય છે. શ્રાવણ માસમાં ઘનઘોર વર્ષા થતાં જેમ ગ્રીષ્મ ઋતુનો ઉકળાટ શમી જાય છે, તેમ આત્મભાન થતાં ચૈતન્યમાં આનંદના ફુવારા ઊડે છે, શાંતિની અમીધારા વરસે છે અને તે શાંતિની શીતળ ધારા વિષય-કષાયના અગ્નિને બુઝાવી દે છે. જ્ઞાન થતાં જ આત્મા ચૈતન્યના પરમ શાંત રસમાં મગ્ન થાય છે અને તે વિષય-કષાયોથી જુદો પડી જાય છે.
૬૪૯
એક બાજુ વીતરાગી શાંત રસનો દરિયો અને બીજી બાજુ સંસારનો રાગરૂપી દાવાનળ, તે બન્નેને ભિન્ન જાણનારું સમ્યગ્નાન રાગના દાવાનળને બુઝાવી નાંખે છે અને જીવ શાંતિમાં ઠરી જાય છે. જેમ બરફ અને અગ્નિનો સ્પર્શ તદ્દન ભિન્ન જાતિનો છે. બરફ ઠંડો છે અને અગ્નિ ઉષ્ણ છે. તેમ ચૈતન્ય અને રાગનો અનુભવ તદ્દન જુદી જાતિનો છે. ચૈતન્ય શાંતરસરૂપ છે અને રાગ આકુળતારૂપ છે. પોતાના સ્વરૂપનું ભાન થતાં જ જીવ ચૈતન્યના શાંત રસનું પાન કરે છે અને તેને કોઈ આકુળતા દુઃખ રહેતાં નથી.
આત્મા તો અવિકારી, જ્ઞાનસ્વભાવી છે, પણ જીવ તેનાથી અજાણ હોવાના કારણે શરીરમાં આત્મબુદ્ધિ કરે છે. આત્મસ્વરૂપનું અજ્ઞાન હોવાથી જીવ પોતાને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિરૂપ માને છે અને પરમાં અહં-મમબુદ્ધિ કરી દેહાત્મભાવને પોષતો રહે છે. દેહમાં આત્મબુદ્ધિરૂપ મૂળ ભૂલના કારણે સ્ત્રી-પુત્રાદિમાં મમબુદ્ધિની કલ્પના થાય છે, રાગાદિ પરભાવને વિષે આત્મભાવની કલ્પના થાય છે અને જીવ મૂઢ બને છે. શરીરમાં આત્મબુદ્ધિ કરી હોવાથી શરીરને અનુકૂળ એવી વસ્તુઓમાં તેને સુખ-સલામતી દેખાય છે અને તેથી તે તેમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ કર્યા કરે છે. તે અનુકૂળ સામગ્રીમાં રાગ કરે છે અને પ્રતિકૂળ સામગ્રીમાં દ્વેષ કરે છે. શરીરમાં અહંબુદ્ધિ, શરીરાશ્રિત વસ્તુઓમાં મમબુદ્ધિ અને ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરવાથી અનેક પ્રકારની આકુળતા ઉત્પન્ન થાય છે, વિવિધ પ્રકારના સંકલ્પ-વિકલ્પ થાય છે. તે સતત ક્લેશમય રહે છે. આમ, અજ્ઞાની જીવનું આખું જીવન બેહોશીમાં જ વ્યતીત થાય છે.
Jain Education International
જીવ મોહને વશ થઈ, આત્મભાન ભૂલી, અનાદિથી આવી બેભાન દશામાં ડૂબેલો હતો; તે હવે સદ્ગુરુના ઉપદેશ દ્વારા જાગ્યો, અર્થાત્ તેને હવે અપૂર્વ ભાન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૧ (પત્રાંક-૫૨૫)
૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૧૧ 'स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ।।'
For Private & Personal Use Only
www.jainelibrary.org