Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જો કોઈ માણસને પોતાનું મકાન જોવું હોય અને જો તે મકાનને પીઠ દઈને ઊભો રહે તો તે મકાન જોઈ શકે નહીં. પરંતુ જો તે માણસ મકાનસન્મુખ મુખ રાખે અને પછી પોતાની દૃષ્ટિ મકાન તરફ કરે તો તે માણસ તે મકાન અને તેની અંદરની ઘરવખરી વગેરે બધું જોઈ શકે. તેમ જો આત્મા જોવો હોય તો અંતર્દષ્ટિ વડે જ દેખાય, નિજઘર તરફ દૃષ્ટિ કરીને જુએ તો જ દેખાય. સ્વ તરફ દૃષ્ટિ કરે તો અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોનો ભંડાર એવો આત્મા દેખાય. ત્રિકાળી શુદ્ધ નિજાત્મપ્રભુ તરફ દૃષ્ટિ કરવી એ જ તાત્ત્વિક મોક્ષમાર્ગ છે.
નિજપદ તો સતત અંતરમાં હાજર છે જ, પણ જીવે તેના ઉપર દૃષ્ટિ માંડી નથી. જીવનો સંબંધ તેની સાથે થયો નથી, અર્થાત્ સંબંધ હોવા છતાં પણ તે સંબંધનું તેને ભાન નથી. જેમ કે નાક ઉપર ચશ્મા હોવા છતાં એનું ભાન જો ન રહે તો તે વ્યક્તિ અન્યત્ર ચમા શોધવાનો પ્રયત્ન કરે છે. ચશ્માનું નાક ઉપર હોવું, તે સાથે એનું ભાન હોવું તે પણ એટલું જ અગત્યનું છે. તે રીતે સ્વતત્ત્વ હાજર છે જ. સ્વતત્ત્વથી જીવ જરા પણ વેગળો નથી. માત્ર વિમખ જ થયો છે. તેણે તેને કોઈ દિવસ ગુમાવ્યું જ નથી, કારણ કે તે તેનું અસ્તિત્વ છે. એ એક જ સંપત્તિ એવી છે કે જે ખોઈ શકાતી નથી, કારણ કે જીવ પોતે જ તે છે. છતાં જીવ તેને શોધે છે કે જે ક્યારે પણ ખોવાયું નથી, જેનું માત્ર વિસ્મરણ જ થયું છે.
સ્વતત્ત્વની પ્રાપ્તિ માટે જાગવું' એ જ એક ઉપાય છે. જાગૃત થવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આત્મ-અજ્ઞાન એ નિદ્રા છે, તેમાંથી જાગવું જરૂરી છે. ઊંઘમાંથી જાગવું એ જ સત્યને મેળવવું છે. જીવ ઊંઘમાં હોવાથી આત્મા પાસે છે છતાં તે તેને જોતો નથી. જ્ઞાનીઓ પોકાર કરીને જીવને જગાડે છે. તેઓ જીવની ઊંઘ ઉડાડે છે, ઘાતક એવી સ્વપ્નદશામાંથી જગાડે છે. તેમનો બોધ જીવની નિદ્રાને અને સ્વપ્નોના અંધકારને તોડી નાખે છે. તેમના ઉપદેશથી જીવ ભાનમાં આવે છે, જાગૃત થાય છે.
જીવ જાગૃત થતાં હું શરીર નથી, હું રાગ-દ્વેષ નથી, હું તો માત્ર ચૈતન્ય છું, જ્ઞાયક છું, જાણનારો છું. રાગ-દ્વેષ તો પર છે, પરના નિમિત્તે ઊપજે છે, એ મારો સ્વભાવ નથી. હું રાગ-દ્વેષથી ભિન્ન, સિદ્ધ સમાન શુદ્ધ, જ્ઞાતા-દ્રષ્ટા, સહજ, આનંદથી પરિપૂર્ણ, અનંત ગુણરત્નોનો સમુદ્ર, ચિતૂપ આત્મા છું' એવું નિજપદ સ્વસંવેદનમાં આવે છે. આવું નિજપદ જેણે નિજમાં પ્રાપ્ત કર્યું, આત્મભાવનું અને અન્ય ભાવનું ભિન્નપણું સ્વસંવેદનથી જેને સમજાયું, તેને બોધબીજ ઉત્પન્ન થયું એમ કહેવાય છે. શ્રીમદ્ લખે છે –
આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org