________________
ગાથા-૧૧૯
૬૫૩
જોયા જ કરતો ન હતો, પરંતુ તેના ઉપરથી દૃષ્ટિ ખસેડી તરત પોતાની માને શોધવા લાગતો. માની બાથમાં જવાની તેને તલપ લાગી હતી. સુંદર સ્ત્રી દેખાય તોપણ તેનું ચિત્ત તો માને શોધવામાં જ લાગેલું રહેતું. તેને સુંદરતામાં રસ પડતો ન હતો. સ્ત્રીની સુંદરતા આદિમાં તે અટકતો ન હતો. કોની મા હશે એવા વિચારમાં પણ તે અટકતો ન હતો. તેમ સાધક પણ વિકલ્પોમાં ઉલઝાતો નથી, વિકલ્પોને વ્યર્થ લંબાવતો નથી. જે પરપ્રવૃત્તિ કરવી પડે તે પતાવી તત્કાળ તે સંબંધી વિકલ્પોથી તે નિવૃત્ત થઈ જાય છે. સાધક પરપદાર્થને જાણતી વખતે તે સંબંધીના વિકલ્પો લંબાવતો નથી. જે પ્રયોજનથી તેને જાણવાનું થાય છે, તે પ્રયોજન સિદ્ધ થતાં તે સંબંધી વિકલ્પોને વિરામ આપે છે. જેમ બીજી સ્ત્રીઓની સુંદરતાદિનું પ્રયોજન ન હોવાથી બાળક ત્યાંથી નજર હટાવી લેતો હતો, તેમ આત્મપ્રાપ્તિનાં કાર્યમાં સાધક પરપદાર્થના અવલોકનને લાભપ્રદ માનતો નથી અને લક્ષ્યસિદ્ધિના નિકકાર્ય પ્રત્યે પૂર્ણપણે સમર્પિત રહે છે.
જેમ તે બાળક બીજી સ્ત્રીઓને જાણવા છતાં તેને ભેટતો ન હતો, પણ જેવી તેની મા મળી કે તરત જ તેને ભેટી પડ્યો; તેમ આત્માર્થી સાધક પરદ્રવ્યોને જાણે તો છે, પણ તે તેમાં તન્મય નથી થતો; પરંતુ જ્યારે આત્મા તેના જ્ઞાનનું શેય બને છે ત્યારે તે તેમાં જ તન્મય થઈ જાય છે. તે અત્યંત આનંદવિભોર બની જાય છે. આ આનંદમય નિજાનુભૂતિની દશા એ જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની અવિરુદ્ધ એકતા છે અને એ જ મુક્તિનો એકમાત્ર માર્ગ, ધર્મનો ધોરી રસ્તો, કર્મક્ષયનો સચોટ ઉપાય છે.
બાળકને પોતાની માની ખોજ કરવાની જેવી તીવ્ર લગની અને અદમ્ય ઉત્કંઠા જાગી હતી, તેવી જો જીવને નિજાત્મા માટે જાગે તો અવશ્ય તેની પ્રાપ્તિ થાય જ છે. આત્માની પ્રાપ્તિ માટે જેવો અને જેટલો પ્રયત્ન કરવો જોઈએ, તેવો અને તેટલો પ્રયત્ન કરે તો અવશ્ય તેની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુના બોધનું શ્રવણ કરી, જીવ જો તે બોધ આત્મામાં પરિણમાવે તો અવશ્ય આત્માની પ્રાપ્તિ થાય છે. અપૂર્વ પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષમાર્ગ અનાયાસે પ્રાપ્ત થતો નથી. તે તો પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્ત થાય છે, માટે અપાર ઝૂરણા અને અથાક પુરુષાર્થથી મંડી પડવું જોઈએ. સદ્દગુરુના આશ્રયે યથાર્થ પુરુષાર્થ કરતાં જીવને આત્માનું નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે અને અવર્ણનીય સુખનો અનુભવ થાય છે.
બાળકને તો મા મળી જતાં બધું મળી ગયું, પણ તેણે એવું નક્કી કર્યું હતું કે મા મળી જાય તો શોધ કરવામાં મદદ કરનાર ઇસ્પેક્ટરને રૂા. ૫૦૦/- ભેટ આપવા. બાળકે તેની માની શોધ ઇન્સ્પેક્ટરની સુરક્ષામાં રહીને કરી હતી, ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનમાં કરી હતી, તેથી ઇન્સ્પેક્ટર આ ભેટનો અધિકારી હતો. જો ઇસ્પેક્ટરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org