Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સુરક્ષા મળી ન હોત તો તે આમ તેમ ભટકતો હોત અને કોઈ પણ તેને ઉપાડી જાત. ઇન્સ્પેક્ટરે તેને સુરક્ષા આપી અને વધુમાં એવું સ્થાન બતાવ્યું કે જ્યાંથી તે પ્રત્યેક સ્ત્રીને જોઈ પોતાની માની શોધ કરી શકે, માટે તે ભેટનો અધિકારી ઇન્સ્પેક્ટર હતો. તે જ પ્રમાણે સદ્ગુરુના સંરક્ષણ અને માર્ગદર્શન હેઠળ આત્મપ્રાપ્તિના પુરુષાર્થનો પ્રારંભ થાય છે. પુરુષાર્થ સફળ થતાં ઉપયોગને તો નિજસત્તા મળી જાય છે, તેથી હવે તેને અન્ય કંઈ જ જોઈતું નથી. તો કાર્યસિદ્ધિનો યશ કોને આપવો? જો સદ્ગુરુની શીતળ કૃપામય છાયા ન હોત તો મતિકલ્પનામાં કે અસગુરુના ચક્કરમાં ફસાઈને તેનું જીવન બરબાદ થઈ ગયું હોત. સગુરુએ શિષ્યને સહાય કરી, તેથી નિજપદપ્રાપ્તિનું સમગ્ર શ્રેય તે શ્રીગુરુને આપે છે.
સુશિષ્ય સઘળાનો યશ સદ્દગુરુની અનન્ય કૃપાને જ આપે છે, કારણ કે તે જાણે છે કે આ બધો પ્રભાવ સદ્ગુરુનો જ છે. તેઓ જિદ્ધાથી ઉપદેશ આપે છે અને પોતાના જીવનથી દેખાડે છે કે તે ઉપદેશનું પાલન કરવાથી કેવું સુંદર ફળ આવશે. શ્રીગુરુનાં વચન અને વર્તન એ બન્નેમાંથી બોધ ગ્રહણ કરી સુશિષ્ય પોતાને આત્મસિદ્ધિ અર્થે તૈયાર કરે છે. તે નિજપદપ્રાપ્તિના માર્ગે દઢ પુરુષાર્થથી આગળ વધતો જાય છે. સ્વસંવેદન થતાં તેને અપૂર્વ ભાન પ્રગટે છે અને અજ્ઞાન નષ્ટ થઈ જાય છે. તે અનાદિના દેહાત્મબુદ્ધિના સંસ્કારો સામેના જંગમાં જીત મેળવે છે. આમ, શિષ્યની સમસ્ત કલ્યાણયાત્રામાં સદ્દગુરુનો પ્રકૃષ્ટ પ્રભાવ અજોડ ભાગ ભજવી જાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘સદગુરુના ઉપદેશથી, થયો સદ્ય સદ્ગોધ; વિવેકની સુવિચારણા, પ્રગટે આત્મ પ્રબોધ. સહજે સ્થિતિ નિજભાવથી, આવ્યું અપૂર્વ ભાન; ભાંતિ ટળી શાંતિ મળી, નિરખ્ય નિજપદ સ્થાન. બહિરાત્મતા દૂર થઈ, અંતર આતમભાવ; નિજપદ નિજમાંહી લહ્યું, સહેજે બન્યો બનાવ. મોહભાવની માન્યતા, પુત્રાદિક ધનધાન; સગુરુબોધે એ બધું, દૂર થયું અજ્ઞાન.૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૭૩-૪૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org