Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપયોગ શાંત અને સ્થિર થતાં સુશિષ્ય વિશેષ વિશેષ અંતર્મુખ થઈ, અંતે અતીન્દ્રિય અને નિર્વિકલ્પ બની સ્વસંવેદન કરે છે - આત્માનો અનુભવ કરે છે.
શ્રીગુરુની છ પદની અદ્ભુત દેશનાથી, તેમની આત્મસમાધિદશા વખતની અલૌકિક મુદ્રાનાં દર્શનથી અને તેમના પાવનકારી સત્સમાગમના નિમિત્તથી સુશિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે. શ્રીગુરુએ આત્માનાં છ પદનો ઉપદેશ જેવા પ્રકારે કર્યો હતો, તેવા પ્રકારે તેનું સ્વરૂપ હવે તેને અનુભવથી સમજાય છે. તેને પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ દેહથી સ્પષ્ટપણે ભિન્ન ભાસે છે. આત્મા સંબંધીનો અનુભવ સહિતનો આવો વાસ્તવિક બોધ થાય ત્યારે બોધબીજની પ્રાપ્તિ થઈ કહેવાય.
બોધબીજનું બીજું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થતાં દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થાય છે અને નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે. સ્વસંવેદન થતાં કેવળજ્ઞાનરૂપી વૃક્ષનું બીજ પ્રગટ થાય છે. જેમ બીજમાંથી વૃક્ષ થાય છે, તેમ સમ્યગ્દર્શન અખંડ આત્મસ્થિરતારૂપ કેવળજ્ઞાનમાં પરિણમે છે. આ વિષે શ્રીમદ્ કહે છે –
જે અવિરતિસમ્યફદષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “બોધબીજ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે.”
સુશિષ્યને આત્માનુભૂતિ - બોધબીજની પ્રાપ્તિ થાય છે. પ્રથમ વાર થયેલી આ નિર્વિકલ્પ દશા અલ્પ ક્ષણોની હોય છે, પરંતુ આ અલ્પ કાળની અનુભૂતિ વખતે તેને અવર્ણનીય શાંતિ અને અનુપમ આનંદનું વદન થાય છે. આ દશા અલ્પ ક્ષણો માટે માણીને જ્યારે તે વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે તે શ્રીગુરુ પ્રત્યેના ભક્તિભાવથી અત્યંત છલકાઈ જાય છે. શ્રીગુરુની કૃપાથી થયેલ અનુભૂતિનું વર્ણન કરવા, પોતાને ઉલ્લાસ પ્રદર્શિત કરવા અને શ્રીગુરુના ઉપકાર પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કરવા તે આતુર થઈ જાય છે.
આત્માનો અનુભવ થયા પછી શિષ્યના અંતરમાં પ્રગટેલી દશાનું તથા કલ્યાણદાતા શ્રીગુરુના ઉપકાર પ્રત્યેના શિષ્યના ભક્તિભાવનું અદ્ભુત હૃદયસ્પર્શી વર્ણન શ્રીમદે સુશિષ્યના મુખે ‘શિષ્યબોધબીજપ્રાપ્તિકથન' શીર્ષક હેઠળ નવ ગાથા(૧૧૯ થી ૧૨૭)માં રજૂ કર્યું છે. ગાથા ૧૧૯ થી ૧૨૩ સુધીમાં સુશિષ્ય તેનો સ્વાનુભવ શ્રીગુરુ સમક્ષ વ્યક્ત કરે છે તથા ગાથા ૧૨૪ થી ૧૨૭ સુધીમાં પોતાના સ્વાનુભવમાં કારણભૂત એવા શ્રી ૧- જુઓ : આચાર્યશ્રી ગુણધરજીકૃત, કસાય પાહુડ'ની આચાર્યશ્રી વીરસેનજીકૃત ટીકા, ‘જયધવલા',
પુસ્તક ૧, ભાગ ૧, પ્રકરણ ૩૧, પૃ.૪૪-૪૫
'केवलणाणंसस्स ससवेयणपच्चक्खेण णिब्बाहेणुवलंभादो ।' ૨- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૬ (વ્યાખ્યાનસાર-૧, ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org