Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૯
૬૪૫ કે મારો પરમાં પોતાપણાનો જે ભાવ છે તે જ પરિભ્રમણ કરાવે છે. એ મિથ્યા ભાવના કારણે હું અત્યાર સુધી પરની ચિંતાથી ઘેરાયેલો રહ્યો છું અને તેથી જ પરિભ્રમણની સમસ્યાનું મને ભાન પણ નથી રહ્યું, તેનું વિસ્મરણ જ થયા કર્યું છે. આ ઘણી મોટી અક્ષમ્ય ભૂલ હું કરતો રહ્યો છું.' તેને એવી ઝૂરણા જાગે છે કે હવે ગમે તે થાઓ, પણ મારે આ પરિભ્રમણ અને તેનાં કારણોથી છૂટવું જ છે. તેને પરિભ્રમણથી મુક્ત થવાની જિજ્ઞાસા વેદના સહિત ઉત્પન્ન થઈ હોય છે. આ વેદનાના કારણે પંચેન્દ્રિયના વિષયોમાં રહેલી આસક્તિ મોળી પડે છે. સંસારને સ્પષ્ટ પ્રીતિથી સેવવાનો અભિપ્રાય શિથિલ થાય છે. જગતમાં રહેલી તેની સુખબુદ્ધિ મંદ પડે છે. જે જગતમાંથી સુખ મેળવવા તે નિરંતર ઝાવા મારતો હતો, તે જગત તેને અનિત્ય, અસાર, અરમણીય લાગે છે. આખો સંસાર તેને દુઃખમય લાગે છે. આ વૈરાગ્ય તેનામાં મુક્તિનો મક્કમ નિર્ધાર જગાડે છે. પૂર્ણ સુખ પૂર્ણ નિર્દોષતામાં લાગ્યું હોવાથી પરિપૂર્ણ નિર્દોષ દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય બંધાય છે. તે ભાવે છે કે હું વીતરાગ ભગવાન અને વીતરાગ સંતોનો ઉપાસક છું. મારા જીવનમાં પણ તેમના જેવો વીતરાગી રસ આવવો જ જોઈએ. વીતરાગરસના સ્વાદ વગર જીવનમાં સંતોષ નથી. ભલે દુનિયાની ગમે તેટલી વિભૂતિ મળે, અજ્ઞાનમય જીવન તો સાવ રસ વગરનું છે, ફક્યું છે. ચૈતન્યનું જ્ઞાનમય જીવન જ સરસ છે. ભલે તે માટે દુનિયાની ગમે તેવી પ્રતિકૂળતા સહન કરવી પડે, મારે એ મેળવવું જ છે. સદ્દગુરુના બોધના આશ્રયે મારે મારી જીવનદશા પલટાવી નાખવી છે.'
આવા સુપાત્ર જીવને જ્યારે મહત્પષ્યના ઉદયથી સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય છે ત્યારે તે એ ઉપદેશથી રંગાઈ જાય છે. સદ્દગુરુની આત્મલક્ષી, આત્મહિત કરનારી વીતરાગવાણીને ઝીલીને સત્પાત્ર જીવ તેને પોતાના અંતરમાં પરિણમાવી દે છે. જેમ કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જ ઘડો તે ટીપાને ચૂસી લે છે, તેમ જેને તીવ્ર આત્મજિજ્ઞાસા જાગી છે અને ભવબંધનના દુઃખથી જે અતિ સંતપ્ત છે એવો આત્માર્થી જીવ, સદ્ગુરુ પાસેથી આત્મશાંતિનો ઉપદેશ મળતાં જ તેને ચૂસી લે છે, એટલે કે એ ઉપદેશને તરત જ પોતાના આત્મામાં પરિણમાવી દે છે
જેમ તૃષાતુરને શીતળ પાણી મળતાં તે તેને પ્રેમપૂર્વક પીએ છે, તેમ આત્માના અથને ચૈતન્યના શાંત રસથી ભરપૂર સદ્ગુરુની વાણી મળતાં તે તેને અત્યંત રુચિપૂર્વક ઝીલીને અંતરમાં પરિણમાવી દે છે. કોઈ ધખધખતા તડકામાં રેતીના રણ વચ્ચે આવી પડ્યો હોય, તરસથી તરફડતાં પ્રાણ કંઠગત થઈ ગયો હોય, “પાણી, પાણી' નો પોકાર કરતો હોય અને આવા સંજોગોમાં જો તેને શીતળ, મધુર પાણી મળે તો તે કેવી તલપથી પીએ; તેમ વિકારની આકુળતારૂપ ધોમ ધખતા તડકામાં, ભવરણની વચ્ચે ભમતાં જે જીવને આત્મશાંતિની ખૂબ તૃષા લાગે છે, તે આત્મશાંતિનો પોકાર કરે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org