Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનુભવે છે કે “અહો! મેં મારા આત્માને આટલો બધો દુઃખી કર્યો છે. મારા આત્માને મેં જ અનાદિ કાળથી વિષય-કષાયની આગમાં દઝાડ્યો છે; નરક, નિગોદ આદિમાં રઝળાવી તેને બેસુમાર ત્રાસ આપ્યો છે અને અનંત કાળ પર્યત અનંતું દુઃખ આપ્યું છે.' પોતાના આત્માની દયા પ્રગટતાં તે પોતાના આત્માનો ભીષણ અને ભયંકર ભવાબ્ધિથી ઉદ્ધાર કરવાના પ્રયત્નમાં લાગે છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટાવી પોતાના આત્માનું રક્ષણ કરવાનો પુરુષાર્થ કરે છે. જિજ્ઞાસુ જીવને આવી સ્વદયા વર્તતી હોય છે. શ્રીમદ્ લખે છે –
આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવો તે “સ્વદયા'.”૧
જિજ્ઞાસુ જીવને જેમ પોતાના આત્માને બંધનમાંથી છોડાવવાનાં પરિણામ હોય છે, તેમ તેને અન્ય આત્મા પણ કર્મબંધનથી મુક્ત થઈ પોતાનું કલ્યાણ કરે એવી ભાવના હોય છે. શારીરિક, માનસિક વગેરે અનેક પ્રકારની દુઃખરાશિ જીવોને સતાવી રહી છે. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગથી જે ઉત્પન કર્યું હતું તે કર્મ ઉદયમાં આવીને જીવોને દુઃખ આપે છે. તેઓ કર્મવશ દુઃખ ભોગવી રહ્યા છે. તેમનાં દુઃખથી દુઃખી થવું તે કરુણા છે. ૨ સંસારી જીવોએ ઉપાર્જન કરેલાં કર્મોના કારણે તેમને અનેક પ્રકારનાં દુઃખો ભોગવતાં જોઈને જિજ્ઞાસુ જીવને તેઓ પ્રત્યે દયા જાગે છે. તેઓ મિથ્યાત્વાદિથી મુક્ત થઈ, ધર્મસન્મુખ થાય એવી સંભાવનાપૂર્વક તે યથાશક્તિ અને યથામતિ એ દિશામાં પ્રયાસ કરે છે. તેના અંતરમાં એવા ભાવ જાગે છે કે “અહો! બધા જીવો આત્મસ્વરૂપને અનુભવો. બધા જીવો આત્માના શાંત રસમાં મગ્ન થાઓ. બધા જીવો આત્માના આનંદરસના સમુદ્રમાં તરબોળ થાઓ.' આ પ્રકારે તેને પોતાની અને પરની સાચી દયા હોય છે. આમ, શ્રીમદે “અંતર દયારૂપ જિજ્ઞાસુનું ચોથું લક્ષણ બતાવ્યું.
મોક્ષમાર્ગના અધિકારી માટે જે સગુણોની મૂડી જોઈએ, તેનો ખ્યાલ શ્રીમદે ઉપર્યુક્ત ચાર લક્ષણો દ્વારા આપ્યો છે. મુમુક્ષુતા માટે આ ચાર સદ્ગુણો આવશ્યક છે. જીવમાં આ ચાર સદ્ગુણો જેટલા પ્રમાણમાં ખીલ્યા હોય તેટલા પ્રમાણમાં તેની મુમુક્ષુતા ખીલી ગણાય. જે જીવમાં આ સગુણો બિલકુલ પ્રગટ થયા નથી તે જીવમાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૯) ૨- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકત, ‘ભગવતી આરાધના', ગાથા ૧૬૯૬ની ટીકા
_ 'शारीरं, मानसं, स्वाभाविकं च दुःखमसह्यमाप्नुवतो दृष्ट्वा हा बराका मिथ्यादर्शननाविरत्या कषायेणाशुभेन योगेन च समुपार्जिंताशुभकर्मपर्यायपुद्गलस्कंधतदुदयोद्भवा विपदो विवशाः प्राप्नुवन्ति इति करुणा अनुकंपा ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org