Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ચારિત્રદશા હાંસિલ કરે છે.'
રાગભાવમાં ઘટાડો થયો હોવાથી તેમને પરવસ્તુનો સંયોગ પણ ટળતો જાય છે. જીવના ભાવને અને પરવસ્તુને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. રાગભાવમાં ઘટાડો થતાં એ પ્રકારના બાહ્ય સંયોગો પણ સહેજે છૂટતા જાય છે અને રાગભાવમાં વધારો થતાં તત્સંબંધી સંયોગો પ્રત્યે બાહ્યમાં ચેષ્ટા થાય છે એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ખરી રીતે આત્મા પરવસ્તુને અહી કે છોડી શકતો નથી. પરવસ્તુ કાંઈ આત્મામાં પેસી ગઈ નથી કે તેનો ત્યાગ થઈ શકે, પણ પરવસ્તુ ઉપરનાં રાગ અને અવલંબન જીવ જ્યારે તોડે છે ત્યારે પરવસ્તુનો સંયોગ સહેજે ટળે છે. જીવનો રાગભાવ ઘટતાં તેનું ફળ બહારમાં પણ દેખાય છે. ચારિત્રદશા પ્રગટાવનાર મહાત્મા બાહ્યાભ્યતર સંગથી વિરામ પામી એક અસંગભાવને જ ભજે છે અને પરમ સ્વભાવસમાધિ અનુભવે છે. ઊંચા ચિદાકાશને વિષે ઊડતા વિહગ જેવા આ અપ્રતિબદ્ધ મહાત્મા પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કશે પણ પ્રતિબંધ પામતા નથી. તેઓ તો સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં સ્થિત હોય છે. તેઓ પરમાનંદસુખરસના આસ્વાદથી તૃપ્ત થઈ, નિજ સહજત્મસ્વરૂપમાં જ વારંવાર સ્થિર થવા પ્રયત્ન કરે છે.
આ પ્રકારે જેઓ ચારિત્રદશા પ્રગટાવી સ્વરૂપની રમણતામાં વારંવાર લીન થાય છે, તેઓ મુનિ છે. વારંવાર નિજસ્વરૂપમાં રમણતા કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ કરતાં તેમની મોક્ષ તરફની ગતિ તીવ્ર વેગવાળી હોય છે. ગૃહસ્થ અને મુનિ વચ્ચે શુદ્ધાત્માની શ્રદ્ધામાં કોઈ ભેદ નથી. સમ્યગ્દર્શન વડે ગૃહસ્થ પણ મોક્ષનો દરવાજો ખોલી નાખ્યો છે, પરંતુ સ્થિરતારૂપ ચારિત્રમાં ફરક હોવાથી ગૃહસ્થને મુનિ જેટલું ઉગ્ર મોક્ષસાધન નથી હોતું. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ સમ્યક્ સમજણના બળ વડે ક્રમે ક્રમે સ્વરૂપની એકાગ્રતાને સાધવાનો પ્રયત્ન કરે છે, જ્યારે મુનિદશામાં તો ઉપયોગને વારંવાર સ્વમાં એકાગ્ર થવાનો ઘણો અવકાશ રહે છે. એકીસાથે અંતર્મુહૂર્ત કરતાં વધારે લાંબો કાળ તેમનો ઉપયોગ પરમાં રહેતો નથી. ચોથા-પાંચમા ગુણસ્થાને રહેલા સમકિતી જીવને નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ ક્યારેક ક્યારેક થાય છે, જ્યારે મુનિદશામાં તો ઉપયોગ બહુ ટૂંકા સમયાંતરે સ્વ તરફ વળતો હોવાથી નિર્વિકલ્પ આનંદનો અનુભવ વારંવાર થયા કરે છે.
મુનિ સ્વરૂપમાં શીધ્ર ડૂબકી મારી શકે છે. તેમણે સ્વરૂપનો આશ્રય લઈને ઉગ્ર પુરુષાર્થથી અંતરમાં ચારિત્ર પ્રગટાવ્યું છે. તેમના અંતરમાં પળે પળે શુદ્ધિ કરે છે. ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૩૦
'जाणवि मण्णवि अप्पु परु जो परभाउ चएइ । सो णिउ सुद्धउ भावडउ णाणिहिं चरणु हवेइ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org