________________
ગાથા-૧૧૫
૫૬૩
ક્યાંથી થાય? જ્યાં સુધી આત્મા ઓળખાય નહીં, તેની અને પુગલ વચ્ચેનો તફાવત સમજાય નહીં, ત્યાં સુધી પોતાને ધર્મી માનવો નિરર્થક છે. જ્યાં સુધી આત્મા દેહાદિ સંયોગોથી જુદો છે એમ સમજાય નહીં ત્યાં સુધી સાચો ધર્મ થતો નથી. આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી મોક્ષમાર્ગે પ્રયાણ થતું નથી.
આત્માને ઓળખીને તેને પુદ્ગલથી જુદો જાણવો બહુ જ આવશ્યક છે. જો જીવ પૂજા, વ્રત, દયા, દાન, તપ, યાત્રા, શાસ્ત્રાભ્યાસ વગેરે કરે પણ તેને સ્વરૂપની સમજણ ન હોય તો તે સાધન સાર્થક થતાં નથી. સ્વરૂપના ભાર વિનાની જપ-તપાદિ ક્રિયા નિષ્ફળ જાય છે. જીવ ગમે તેટલી ક્રિયાઓ કરે, મુનિ થઈને પંચ મહાવ્રત પાળે, પરંતુ જો તે સર્વ આત્માના ભાન વિના કરે તો તેને કિંચિત્ ધર્મ થતો નથી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે આટલું બધું કષ્ટ સહન કરે તો પણ શું આત્માને લાભ નહીં થાય? ધર્મ નહીં થાય? ધર્મભાવના વિના આટલું કષ્ટ કઈ રીતે સહન થઈ શકે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે જગતમાં અનેક સ્ત્રીઓ સતીત્વની ભાવનાથી, સ્વમાન ખાતર બળી મરે છે અને જરા પણ ઊંહકારો પણ કરતી નથી; તેવી જ રીતે દ્રવ્યલિંગી મુનિ પણ આત્માના ભાન વિના, અભિમાન આદિ લક્ષે કાયક્લેશાદિ સહન કરે છે, પણ તેથી તેમને મોક્ષાર્થે કોઈ લાભ થતો નથી. સ્વમાન ખાતર અગ્નિસ્નાન સહન કરનાર સ્ત્રી અને અભિમાનાદિ ખાતર કાયક્લેશાદિ સહન કરનાર દ્રવ્યલિંગી મુનિ - એ બન્નેનું ‘સહન કરવું' પરમાર્થે એક જ જાતનું છે. બેમાંથી એકનું પણ કલ્યાણ થતું નથી. અજ્ઞાનીને લાગે કે એણે કેટલું સહન કર્યું. કેટલો બધો ધર્મ થયો! પણ સ્વરૂપના ભાન વિના તેને કોઈ ધર્મ થતો નથી.
જો માત્ર પૂજા કરવાથી, ભજનો ગાવાથી કે કંદમૂળાદિના ત્યાગથી ધર્મ થતો હોત તો અભવ્યને પણ ધર્મ થાત, કેમ કે તે પણ આ બધું કરે છે. પરંતુ એ બધું કરવા છતાં અભવ્ય જીવને ધર્મની પ્રાપ્તિ થતી નથી. ધર્મનો સંબંધ પોતાના સ્વભાવ સાથે છે. આત્માની સમ્યક્ પ્રતીતિ થતાં યથાર્થ ધર્મ થાય છે. આત્માના લક્ષ વિના જે પણ ભાવો થાય છે તે બધા સંસારનું જ કારણ થાય છે, તેથી જીવે સાચા પ્રયત્ન વડે પોતાના ચૈતન્યસ્વભાવને સમજવો જોઈએ. સ્વરૂપની સાચી સમજણ થતાં આત્માનો મહિમા પ્રગટે છે અને જીવ પરથી ઉદાસીન થાય છે. સ્વરૂપની સમજણ, સ્મૃતિ, ખુમારી, જાગૃતિ રહે તો પરનો કિનારો સહેજે છૂટતો જાય છે અને સ્વમાં પ્રસ્થાપિત થવાતું જાય છે.
- મિથ્યાત્વનું મહાપાપ તો સાચી સમજણથી જ ટળે છે. જેમ કોઈ આંધળો દોરડું વણતો હોય અને બાજુમાં ઊભેલો વાછરડો તે ચાવી જતો હોય તો તેની બધી મહેનત વ્યર્થ જાય છે, તેમ સમજણ વિના જીવ ગમે તેટલી શુભ ક્રિયાઓ કરે પણ તેની બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org