________________
ગાથા-૧૧૬
૫૯૧ “તું છો મોક્ષસ્વરૂપ' તે પદમાં “તું છો' એ શબ્દ ઉપર વજન છે. પોતાનું અનંત સુખ સ્વાધીનપણે છે, તે સુખ શક્તિસ્વરૂપ છે, જીવ સુખનો નિધિ છે, સ્વભાવમાં દુઃખ કે ઉપાધિનો અંશ માત્ર નથી. એ સમજનો સ્વીકાર કર્યો અનંત આનંદને પ્રગટ કરવાનું બળ સાથે જ આવે છે, નિત્ય જ્ઞાનમય વસ્તુ સુખરૂપ જ છે, છતાં વર્તમાન દશામાં પોતાને ભૂલી દુઃખની કલ્પના કરી છે. વિકારી અવસ્થાપણે જીવ ઊંધો પડ્યો છે, તે સવળો થઈ પોતાની સ્વાધીનતાનો સ્વીકાર કરે તો શુદ્ધ થઈ શકે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય સાધકભાવ અને મોક્ષરૂપ સાધ્ય જેમ છે તેમ અહીં બતાવ્યાં છે, કંઈ ગોપવ્યું નથી.”
અનંત દર્શન જ્ઞાન તું' જેમ આત્મા મોક્ષસ્વરૂપી છે, તેમ આત્મા સ્વભાવથી જ અનંત દર્શન અને અનંત જ્ઞાનના સામર્થ્યથી સિદ્ધ છે. ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિથી જીવ અનંત દર્શનજ્ઞાનયુક્ત છે. દરેક જીવ અનંત દર્શન-જ્ઞાનશક્તિ સહિત છે. દર્શન-જ્ઞાનશક્તિઓની પરમ શુદ્ધ પર્યાયો પ્રગટતાં આત્મા સર્વદર્શી અને સર્વજ્ઞ થાય છે.
ઉપયોગ એ જીવનું લક્ષણ છે. વસ્તુને ગ્રહણ કરનાર ઉપયોગના બે પ્રકાર છે - દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ. દર્શનોપયોગ તે નિરાકાર ઉપયોગ છે અને જ્ઞાનોપયોગ તે સાકાર ઉપયોગ છે. દરેક ક્ષેય વસ્તુનો સામાન્યરૂપે અને વિશેષરૂપે બોધ થાય છે. સામાન્ય એટલે ભેદરહિત બતાવનાર અને વિશેષ એટલે ભેદ પાડીને બતાવનાર. શેય વસ્તુનો સામાન્યરૂપે બોધ તે નિરાકાર બોધ છે, જ્યારે વિશેષરૂપે બોધ તે સાકાર બોધ છે. દર્શન એક પદાર્થથી બીજા પદાર્થને જુદા પાડતું નથી, તેથી તેને નિરાકાર ઉપયોગ કહેવાય છે, જ્યારે જ્ઞાન પદાર્થને ભેદયુક્ત જાણે છે, તેથી તેને સાકાર ઉપયોગ કહેવાય છે. દર્શન અભેદયુક્ત સ્વરૂપને ગ્રહણ કરનાર નિરાકાર ઉપયોગ છે અને જ્ઞાન ભેદયુક્ત સ્વરૂપને ગ્રહણ કરનાર સાકાર ઉપયોગ છે.
દર્શનશક્તિ પોતાના વિષયને સામાન્યપણે ગ્રહણ કરે છે, જ્યારે જ્ઞાનશક્તિ પોતાના વિષયને વિશેષપણે ગ્રહણ કરે છે. વસ્તુનું જે સામાન્ય ગ્રહણ થાય છે તેને દર્શન કહે છે. પદાર્થનો ભેદ કર્યા વિના દર્શન વસ્તુનું ગ્રહણ કરે છે. દર્શન પ્રત્યેક પદાર્થને ભેદરૂપથી ગ્રહણ ન કરતાં સામાન્યરૂપથી ગ્રહણ કરે છે. “આ અમુક પદાર્થ છે, આ અમુક પદાર્થ છે' ઇત્યાદિરૂપે પદાર્થોની વિશેષતા કર્યા વિના દર્શન પદાર્થોને ગ્રહણ કરે છે. આત્માની અનંત દર્શનશક્તિ લોકાલોકને દેખતી હોવા છતાં તે ભેદરહિત સર્વેને માત્ર સત્તારૂપે જ જુએ છે. દર્શન ભેદ વગર સામાન્ય સત્તાનો પ્રતિભાસ કરે છે. જડ કે ચેતન, સિદ્ધ કે સંસારી, ભવ્ય કે અભવ્ય - એવા વિશેષ ભેદો તે દર્શનનો નહીં પણ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૭૧-૩૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org