Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાનનો વિષય છે. દર્શન તો બધું છે' એમ માત્ર સામાન્ય સત્તાને દેખે છે, પરંતુ જગતના બધા પદાર્થો સત્તાપણે સમાન હોવા છતાં તેમનાં સ્વરૂપમાં વિશેષતા છે. કોઈ જીવ છે, કોઈ અજીવ છે; કોઈ સિદ્ધ છે, કોઈ સાધક છે, કોઈ અજ્ઞાની છે; એમ અનંત પ્રકારના જુદા જુદા ભાવો છે; તે બધાને વિશેષપણે જાણે એવી આત્માની જે શક્તિ છે તે અનંત જ્ઞાનશક્તિ છે. આ શક્તિ દૂરના કે નજીકના, વર્તમાનના કે ભૂતભવિષ્યના સમસ્ત પદાર્થોને વિશેષપણે જાણે છે.
આત્માની અનંત દર્શન-જ્ઞાનશક્તિઓ પરિપૂર્ણ સામર્થ્યવાન છે. તે શક્તિઓને ક્ષેત્ર કે કાળની કોઈ મર્યાદા નથી. અમુક ક્ષેત્ર સુધી જ જોઈ-જાણી શકાય કે અમુક કાળની હદ સુધી દર્શન-શાન થઈ શકે, તેથી આગળનું કે પાછળનું દર્શન-જ્ઞાન ન થઈ શકે એવી મર્યાદા આત્માની શક્તિમાં નથી. લોકાલોકના સર્વ પદાર્થો તેની ત્રણે કાળની પર્યાય સહિત જોઈ-જાણી શકવાની સમર્થતા આ શક્તિઓમાં રહેલી છે. લોકાકાશ અસંખ્ય પ્રદેશી છે, તેનાથી અનંતગણું વિસ્તરેલું અનંતપ્રદેશી અલોકાકાશ છે. દર્શનજ્ઞાનશક્તિ સમસ્ત લોકાકાશ અને અનંત અલોકાકાશને સંપૂર્ણપણે જોવા-જાણવા સમર્થ છે. સર્વ પદાર્થોની ભૂત-વર્તમાન-ભવિષ્ય કાળની પર્યાયોને યુગપદ્ જોવા-જાણવાનું અસીમ સામર્થ્ય દર્શન-જ્ઞાનશક્તિમાં છે.
લોકમાં અનંત જીવો છે. પ્રત્યેક જીવમાં અનંત ગુણો છે. તે પ્રત્યેક ગુણની દરેક સમયે એક પર્યાય ઉત્પન્ન થાય છે અને લય પામે છે. પ્રત્યેક જીવના અનંત ગુણો હોવાથી અને પ્રત્યેક ગુણની પર્યાય પ્રત્યેક સમયે પ્રગટતી હોવાથી પ્રત્યેક જીવની અનંત પર્યાયો દરેક સમયે પ્રગટે છે. એવા અનંત જીવોને, તેમના અનંત ગુણોને અને તેની ત્રણે કાળની સર્વ પર્યાયોને એક સમયમાં જોવા-જાણવાની શક્તિ દરેક આત્મામાં છે.
દરેકે દરેક આત્મામાં આવું મહાન સામર્થ્ય ભરેલું છે. સૂક્ષ્મ નિગોદનું શરીર અત્યંત નાનું હોય છે. એટલું નાનું કે સોયના અગ્ર ભાગ ઉપર નિગોદનાં અસંખ્ય શરીર રહી જાય. એવા સૂક્ષ્મ શરીરમાં અનંતાનંત જીવો એકસાથે રહેલા હોય છે. તે જીવોના પ્રદેશો સંકોચાઈ જઈને અત્યંત નાના ક્ષેત્રમાં રહી જાય છે, છતાં તેના સ્વભાવનું સામર્થ્ય કાંઈ ઓછું થતું નથી. એ દરેક આત્મા સ્વભાવથી તો સંપૂર્ણ સામર્થ્યવાન છે. માત્ર તે સામર્થ્ય પર્યાયમાં વ્યક્ત નથી. દર્શન-જ્ઞાનશક્તિનું સામર્થ્ય તો અચિંત્ય, અપરિમિત અને અમર્યાદિત છે. દર્શન-જ્ઞાનશક્તિનું કેવું માહાત્મ! આત્મામાં કેવી કેવી શક્તિઓ રહેલી છે! આત્માના ગુણોનો કેવો અચિંત્ય વૈભવ! આવી ચૈતન્યસંપદા ચૈતન્યચમત્કારમાં ભરેલી છે તેનો જીવ વિચાર કરે, તે ચૈતન્યસંપદાને લક્ષમાં લે તો સંસારની સંપદા જેવી કે લક્ષ્મી, સત્તા, અધિકાર, રાજ્યપદ કે ચક્રવર્તીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org