Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. તેને પ્રગટાવવી પડતી નથી, માટે તે સ્વયંજ્યોતિ છે. (૫) “સુખધામ' – આત્મા અનંત સુખનું ધામ છે. સુખ એ આત્માનો સ્વભાવ છે. તે કોઈ બાહ્ય નિમિત્તને આધીન નથી. સ્વાધીન અને શાશ્વત સુખરૂપ આત્મા છે.
આત્મા પોતે જ સુખરૂપ છે, સ્વયં જ સુખનું ધામ છે. તેના એકેક પ્રદેશે અનંત સુખ રહેલું છે. આત્મા સર્વાગે સહજાનંદની મૂર્તિ છે. આત્મા સર્વ પ્રકારે સુખથી ભરેલો છે. આત્મામાં અખંડ, અમર્યાદિત પરિપૂર્ણ સુખનો સાગર ભરેલો છે. બરફની પાટમાં જેમ એકલી શીતળતા ભરી છે, તેમ આત્મસ્વભાવમાં એકલું સુખ ભર્યું છે, તેમાં દુઃખનો છાંટો પણ નથી. નિરાકુળતા એ આત્માની સુખશક્તિનું લક્ષણ છે. આત્મામાં આવો સુખસ્વભાવ રહેલો હોવા છતાં જીવને પોતાના સુખસ્વરૂપનું ભાન ન હોવાથી પર્યાયમાં તે સુખ પ્રગટતું નથી. સુખસ્વરૂપનું લક્ષ કર્યા વિના પર્યાયમાં સુખ પ્રગટતું નથી. સુખસ્વભાવનું જ્ઞાન થાય તો પર્યાયમાં સુખ પ્રગટે છે.
પોતાના સ્વરૂપમાં જ સુખ પડેલું છે, પણ સ્વરૂપના અજ્ઞાનના કારણે જીવ પરદ્રવ્યમાં સુખની કલ્પના કરે છે; પરંતુ કોઈ પણ બાહ્ય વસ્તુથી સુખ ઊપજતું નથી, કારણ કે પુદ્ગલદ્રવ્યમાં સુખ ગુણ રહેલો નથી. શરીર, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ બધાં જ પૌગલિક પદાર્થો છે, પરદ્રવ્યો છે અને જ્ઞાયકના શેયમાત્ર છે. પણ સ્વરૂપનું લક્ષ નહીં હોવાથી જીવ બાહ્ય સામગ્રીઓમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. જેમ કસ્તુરી મૃગ પોતાની નાભિમાં જ કસ્તુરી હોવા છતાં સુગંધ માટે બહાર દોડે છે, તેમ પોતાના સ્વરૂપમાં જ સુખનો સાગર ભરેલો હોવા છતાં, સમજણ ન હોવાના કારણે જીવ બાહ્ય વિષયમાંથી સુખ પ્રાપ્ત કરવા મથે છે, સુખ મેળવવા બાહ્યમાં ઝાંપા મારે છે, પરંતુ તેને મળે છે સુખને બદલે દુઃખ. બાહ્ય પદાર્થોમાં સુખની કલ્પના કરવી, ઇચ્છા રાખવી તે જ આકુળતા છે. પોતાના સુખ માટે બાહ્ય સામગ્રીનો સંયોગ મેળવવાનો પ્રયાસ કરવો તે જ આકુળતા છે, વ્યગ્રતા છે, પરાધીનતા છે અને ત્યાં દુ:ખ જ છે. જે આત્મા પોતાનું સ્વાધીન સુખસ્વરૂપ ભૂલીને, પરમાં આસક્ત થઈને, પરમાં સુખ શોધે, તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? માટે પરશેયમાંથી સુખ પ્રાપ્ત કરવાના સર્વ ઉપાયો જૂઠા છે, આકાશકુસુમવત્ છે. ભૌતિક સુખ તે સુખ નથી, સુખાભાસ છે.
ખારી જમીનમાં ક્ષાર હોવાના કારણે, તેના ઉપર પડતાં સૂર્યનાં કિરણો પરાવર્તન પામે એટલે ત્યાં પાણી જેવું લાગે છે. એ ઝાંઝવાના જળ દેખી હરણ ત્યાં પાણી પીવા જાય, પણ પાણી મળે નહીં; તેમ જીવ દેહ, સ્ત્રી, પુત્ર, પરિવાર, લક્ષ્મી, અધિકાર વગેરેમાંથી સુખ મેળવવા વલખાં મારે છે, પણ તે કશામાં સુખ આપવાનો ગુણ છે જ નહીં તો જીવને સુખ કઈ રીતે મળે? ઝાંઝવામાંથી કદી કોઈને જળ મળ્યું જ નથી, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org