Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મુનિની શાંતતા અજબ હોય છે. તેમની મુદ્રામાં રૌદ્રભાવ, રાગભાવ કે હાસ્યાદિ ભાવ નથી હોતા, પરંતુ અત્યંત શાંત ભાવ હોય છે. તેમની મુદ્રામાંથી અદ્ભુત શાંતિ પ્રવહેતી હોય છે. તેમની મુદ્રાનાં દર્શનથી જીવને શાંતિનો એવો અનુભવ થાય છે કે તે તેમની સાથેનું અનુસંધાન તોડી શકતો નથી. તે તેમને જોતો જ રહી જાય છે. તે એવો પ્રભાવિત થઈ જાય છે કે તેને બીજે કશે પણ જવાનું મન થતું નથી, તેમની પાસે જ બેસી રહેવાનું મન થાય છે. સુપાત્ર જીવને તેમના સાનિધ્યમાં ધન્યતાનો અનુભવ થાય છે, અહોભાવ ફુરે છે. સહજ આત્મસ્વરૂપમાં ગુપ્ત થનારા અસંગ મહાત્માઓ આવા પ્રત્યક્ષ શાંતિમૂર્તિ હોય છે. ગુપ્તિ વખતે સ્વરૂપમાં જ તેમનો ઉપયોગ લીન હોય છે અને સ્થિર બિંબ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ માણે છે. ચારિત્રમોહનીયના ઉદયના કારણે ગુપ્તિરૂપે સ્થિર ન રહેવાય ત્યારે તેઓ સમિતિપૂર્વક, સંયમહેતુએ, જિનઆજ્ઞા અનુસાર સ્વરૂપલક્ષે બાહ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. શ્રીમદ્ ‘અપૂર્વ અવસર'ના કાવ્યમાં લખે છે –
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. સંયમના હેતુથી યોગપ્રવર્નના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં,
અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.૧ ચારિત્રમોહનીયના ઉદયના કારણે જ્યારે જ્ઞાની આત્મામાં એકાગ્ર નથી થઈ શકતા ત્યારે તેઓ સમિતિપૂર્વક પ્રવર્તે છે. નિરિચ્છ જ્ઞાનીપુરુષનો સર્વ યોગવ્યાપાર ભાવપ્રતિબંધ વિનાનો, અનાસક્ત ભાવવાળો હોય છે, એટલે સ્નેહરૂપ - આસક્તિરૂપ ચીકાશના અભાવે તે કોરાધાકડ એવા જ્ઞાનીને કમરજ વળગતી નથી. તેઓ યોગપ્રવૃત્તિ કરવા છતાં બંધાતા નથી. જે યોગ પ્રવૃત્તિ કરતાં અજ્ઞાની જીવો રાગથી ભરેલા હોય છે, તે પ્રવૃત્તિ કરતાં જ્ઞાની વૈરાગ્યયુક્ત હોવાથી, અજ્ઞાની જનોને બંધનું કારણ થતી યોગપ્રવૃત્તિ જ્ઞાની પુરુષને નિર્જરાનું કારણ થાય છે. આ વિલક્ષણ વાત જ્ઞાનીના અપૂર્વ જ્ઞાનનું તથા અનન્ય વૈરાગ્યનું અદ્ભુત સામર્થ્ય સૂચવે છે.
પરમ વિરક્ત જ્ઞાનદશાવાળા મહાત્મા પુરુષની વાત ન્યારી છે. તેઓ ખાય છે, પીએ છે, બોલે છે, ચાલે છે ત્યારે પણ તેમની અંતરંગ ચેષ્ટા તો કંઈક જુદી જ હોય ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૬૪ (આંક-૭૩૮, ‘અપૂર્વ અવસર', કડી ૪, ૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org