Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૨૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જીવને કેન્દ્રસ્થ થવામાં જપ, તપ, ધ્યાનાદિ વિધિઓ સહાયકારી નીવડે છે. જીવને તેના કેન્દ્ર ઉપર પહોંચવા માટે સત્સાધનો ઉપયોગી છે. આત્મવિકાસ માટે આ બધી વિધિઓ આવશ્યક તથા ઉપકારી છે. આ વિધિઓ દ્વારા આત્મા સુધી પહોંચવાનું લક્ષ હોય તો જ તેનું સેવન સાર્થક થાય છે. સસાધનો દ્વારા નિજાત્માની ઓળખાણ, તેની પ્રતીતિ અને તેમાં રમણતા એ જ ધર્મની યથાર્થ આરાધના છે. પોતાના આત્માનું અવલંબન લેવું તે ધર્મ છે અને તે ધર્મ આચરતાં અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. માત્ર નિજભગવાન આત્માનો આશ્રય આહવો એ જ એક કરવા યોગ્ય કાર્ય છે. ભગવાન થવાની એ જ વિધિ છે. મોક્ષના અનંત અતીન્દ્રિય આનંદને પામવાનો એ જ ઉપાય છે. મોક્ષના ઉપાય સંબંધી સર્વ જ્ઞાનીપુરુષોનો આ જ મત છે કે જે શ્રીગુરુએ અત્યંત કરુણાપૂર્વક સુશિષ્ય સમક્ષ પ્રકાશ્યો છે.
સર્વ દેશ-કાળ અને મત-પંથના જ્ઞાનીપુરુષોનો મોક્ષના તાત્વિક ઉપાય સંબંધી એક જ મત હોય છે. સર્વ જ્ઞાની પુરુષો પરમાર્થમાર્ગ એકસરખો જ બતાવે છે. તેથી જ શ્રીમદે અહીં “નિશ્ચય' શબ્દનો પ્રયોગ કરીને એમ બતાવ્યું છે કે સર્વ જ્ઞાનીઓના ઉપદેશની પદ્ધતિ અને પરિભાષા ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સ્વાનુભવના આધારે થયેલો નિશ્ચય એક જ પ્રકારનો હોય છે, તેમાં ભિન્નતા હોતી નથી. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે –
આ ન્યાયમાં (ભાવમાં) અનંત જ્ઞાનીનો નિશ્ચય સંક્ષેપમાં સંકેલાયો છે, સર્વ જ્ઞાનીઓનો અવિરોધ નિર્ણય અત્રે આવીને સમાય છે, જે જે નિર્ણય કહ્યા તે બધા આત્મધર્મને અનુલક્ષીને કહ્યા છે. અનંત જ્ઞાનીનો એકમત (અભિપ્રાય) છે અને એક અજ્ઞાની જીવના અનંત મત છે.”
- અજ્ઞાનીઓને આત્માનુભવ ન હોવાના કારણે એક જ વિષયમાં અનેક અભિપ્રાયો હોય છે, જ્યારે આત્માનુભવના કારણે અનેક જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય હોય છે. સ્વાનુભવના આધારે, પરિભાષાના ભેદને ઓળંગીને જ્ઞાનીઓ એકબીજાના મંતવ્યોમાં રહેલ સામ્ય પારખી શકે છે. દેશ-કાળ કે મત-પંથના ભેદોને વીંધીને એકબીજાના અનુભવોની ભાષા તેઓ ઓળખી લે છે. ગમે તે રીતે અનુભવ થયો હોય, પણ બધા અનુભવીઓની ન્યાત એક જ છે. ઉચ્ચ શિખર ઉપર પહોંચવા માટે ભિન્ન ભિન્ન માર્ગો ઉપર જતા યાત્રિકો જેમ જેમ ઉપર જાય છે, તેમ તેમ એકબીજાની નજીક આવતા જાય છે અને ટોચ ઉપર પહોંચતાં તો સૌ એક જ સ્થળે આવીને મળે છે; તેમ જેમને જેમને આત્મતત્ત્વનો અપરોક્ષ અનુભવ થાય છે, તેમનામાં એક મૂળભૂત સાધર્મે આવી જાય છે. તે છતાં તેમની અભિવ્યક્તિમાં ભેદ હોઈ શકે છે, કારણ કે તે અભિવ્યક્તિ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org