________________
ગાથા-૧૧૮
નીચેની બાબતો ઉપર આધાર રાખે છે – (૧) અભિવ્યક્તિ કરનાર વ્યક્તિનું અનુભવની ઘટના પહેલાનું માનસિક ઘડતર. (૨) અભિવ્યક્તિ કરનાર વ્યક્તિની આજુબાજુની પરિસ્થિતિ, દેશ, કાળ આદિ. (૩) અભિવ્યક્તિ કરનાર વ્યક્તિ પોતાના અનુભવની વાત જેની આગળ વ્યક્ત કરી
રહી હોય તેની બૌદ્ધિક અને આધ્યાત્મિક ભૂમિકા. (૪) અભિવ્યક્તિ કરનાર વ્યક્તિની શબ્દમાં અભિવ્યક્ત કરવાની પોતાની શક્તિ.
અભિવ્યક્તિ ભલે ભિન્ન ભિન્ન પ્રકારે, ભિન્ન ભિન્ન પદ્ધતિએ, ભિન્ન ભિન્ન શબ્દોમાં થઈ હોય; પણ આત્માની તાત્ત્વિક સત્તા દેહથી પર છે અને એ સત્તામાં ઠરવું એ જ મુક્તિ છે - એ વાત દરેક અનુભવી પુરુષના, દરેક જ્ઞાનીના અંતરમાં વસી ગઈ હોય છે. વચનભેદ હોવા છતાં સર્વ મત-દર્શનના જ્ઞાનીઓએ એક જ વાત કરી છે, તેમનું પ્રયોજન એકમાત્ર મોક્ષનું જ હોય છે. તેમણે જુદાં જુદાં નામોએ એક સતુને જ પ્રરૂપ્યું છે. શ્રીમદ્ લખે છે –
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સત્'ને જ પ્રકાશ્ય છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે.
તે “પરમસત્'ની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ.
તે “પરમસત’ને ‘પરમજ્ઞાન' કહો, ગમે તો “પરમપ્રેમ' કહો, અને ગમે તો સત્-ચિ-આનંદ સ્વરૂપ' કહો, ગમે તો “આત્મા’ કહો, ગમે તો “સર્વાત્મા' કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં.
એવું તે પરમતત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે.'
અભિવ્યક્તિમાં ભલે ભેદ હોય, પણ સર્વ જ્ઞાની પુરુષોનું પ્રયોજન એક જ હોય છે. અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય એક જ પ્રકારનો હોય છે, તેમાં કોઈ ભેદ પડતો નથી ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીત, ‘યોગબિન્દુ', શ્લોક ૩
'मोक्षहेतुर्यतो योगो, भिद्यते न ततः क्वचित् ।
साध्याभेदात् तथाभावे, तूक्तिभेदो न कारणम् ।।' ર- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૭ (પત્રાંક-૨૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org