Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન વલણથી વૃત્તિનું ઉત્થાન થાય છે, ક્લેશ થાય છે. તેમાં માત્ર દુઃખ છે. શરીર, સ્ત્રી, બંગલા વગેરે પરપદાર્થને આત્મા ક્યારે પણ ભોગવી શકતો જ નથી, પણ તે તરફની તેની વૃત્તિ કે “આ મને ઠીક છે, આ મને અઠીક છે', તેને તે ભોગવે છે. જડ વસ્તુથી આત્માને સુખ મળતું જ નથી, પરંતુ જડ વસ્તુમાં જીવ આસક્ત થાય છે અને તે વસ્તુ પોતાને ઇષ્ટ છે તથા તેનાથી પોતાને સુખ મળે છે એવો જે રાગ જીવ કરે છે, તે રાગનો જ તેને સ્વાદ આવે છે. આત્મા અજ્ઞાનવશ રાગના સ્વાદને સુખનો સ્વાદ માને છે. રાગ તો વિકાર છે, પર તરફના વલણવાળો ભાવ છે, દુઃખરૂપ છે. સુખ તો સ્વભાવસ—ખતામાં છે.
જીવની સામે બને છે, સ્વભાવ અને પરપદાર્થ. જ્યાંથી સુખ મળે ત્યાં અનુસંધાન કરવું જોઈએ અને જ્યાંથી દુ:ખ મળે ત્યાંથી વૃત્તિને ખેંચી લેવી જોઈએ. સ્વભાવમાં સુખ છે તો ત્યાં દૃષ્ટિનું સ્થાપન કરવું જોઈએ અને પરસન્મુખતાથી દુઃખ છે તો પર તરફથી નજર હટાવી લેવી જોઈએ.
સ્વ તરફના વલણમાં - અંતર્મુખ અવલોકનમાં જ સુખ છે, કારણ કે આત્મા જ સુખનું ધામ છે. તેથી જ્ઞાનીઓ કહે છે કે હે જીવ! તું સિદ્ધ છે, સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, સુખધામ છે; પણ તને તારા સ્વરૂપની ખબર નથી, તેથી તું દુઃખી છે. તું સ્વઘર ભૂલ્યો છે. પારકા ઘરને તું તારું ઘર માની બેઠો છે, તેથી જ તું દુઃખી છે. સુખ તારા સ્વઘરમાં જ છે. એક વાર બાહ્ય લક્ષ છોડીને તારા સ્વઘરમાં તો જો. પરમાં લક્ષ કરી કરીને અનાદિથી તું ભ્રમણ કરી રહ્યો છે. હવે તારા અંતરસ્વરૂપ તરફ નજર કર. એક વાર અંદર જો. અંદર પરમ આનંદના ખજાના ભર્યા છે. એક વાર અંદર ડોકિયું કર. તને તારા સ્વભાવના કોઈ અપૂર્વ, પરમ, સહજ સુખનો અનુભવ થશે.'
જીવને આત્માનુભવ થતાં અતીન્દ્રિય આનંદનાં વાજાં વાગે છે. આત્માનું આનંદસ્વરૂપે પરિણમન થઈ જતાં હું પોતે સુખધામ છું' એમ તે અનુભવવા લાગે છે. સ્વયં પોતાને સુખસ્વભાવી અનુભવીને તે પોતામાં તૃપ્ત થાય છે. તેને થાય છે કે “અહો! હું જે કાંઈ ઇચ્છું છું તે તો મારામાં જ છે. મને જે કાંઈ જોઈએ છે, જે મને ઇષ્ટ છે, જે સુખ-શાંતિ છે એ બધું હું જ છું.' આમ, તેને પરમ તૃપ્તિ થાય છે. આત્માનુભવ પછી તેને કોઈ અતૃપ્ત ભાવ રહેતો નથી. તેને કોઈ અસંતોષ નથી રહેતો કે હજી મારે બહારથી કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી છે. તેને બીજા કોઈની કોઈ આધીનતા કરવાની જરૂર રહેતી નથી. પોતાનું પરમ અદ્ભુત સ્વતત્ત્વ અનુભૂતિમાં પ્રાપ્ત થયું હોવાથી તે ભાવે છે કે “જગતના બાહ્ય ક્ષેત્રમાં પણ મારું રહેવાનું સ્થાન તો મારો ચૈતન્યાત્મા જ છે. મારું આટલું સુંદર ચૈતન્યતત્ત્વ એ જ આનંદથી ખીલેલો બગીચો છે, એ જ અનંત ગુણોના ભાવોથી ભરેલું વિશ્રામનું સ્થાન છે. એમાં જ હું હવે સદાકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org