Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વધે જ છે. જેમ જેમ ચૈતન્યનો રસ ઘૂંટાય છે, તેમ તેમ આનંદતરંગ ઊઠે છે. આ આનંદતરંગ હજી સવિકલ્પદશાનો છે. નિર્વિકલ્પ અનુભૂતિનો આનંદ કંઈ ઓર હોય છે. સ્વભાવ તરફનો આનંદ સાત્ત્વિક આનંદ છે અને સ્વભાવમાં સ્થિર થતાં જે આનંદ થાય છે તે તાત્ત્વિક આનંદ છે. શુદ્ધાત્મસ્વરૂપનું ઘોલન કરી, તેનું ધ્યાન કરી, તેમાં જ સ્થિર થતાં આત્માના આનંદામૃતનો રસાસ્વાદ પ્રાપ્ત થાય છે. જે સાધક અંતરમાં ઊતરી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે છે, તેનું ધ્યાન કરે છે, તેમાં જ લીનતા કરે છે, તેમાં જ સ્થિરતા કરે છે તે શુદ્ધ સ્વરૂપને અવશ્ય પામે છે.૧
આત્મજ્ઞાનની સિદ્ધિ દિવ્ય આત્મવિચારમાં સમાયેલી છે. આત્મવિચારનો આવો મહિમા હોવાથી શ્રીમદ્દે આ ગાથામાં તેનો બોધ કર્યો છે. જીવે આ અદ્ભુત બોધ દ્વારા આત્મવિચારણા ખીલવીને આત્મતત્ત્વનો આશ્રય કરવો જોઈએ. આત્મતત્ત્વનો આશ્રય જ સુખ, શાંતિ અને સલામતી બક્ષે છે. આત્મસ્વરૂપની દૃષ્ટિ જ શરણરૂપ છે. જીવ પોતાના ઉપયોગને બહાર ભટકાવે છે, તેથી તો તે શરણહીન બને છે. તેનું શરણ છે તેનું શાશ્વત સ્વરૂપ. સુવિચારણા દ્વારા પોતાના અદ્ભુત આત્મસ્વભાવનું શરણ લેવું જોઈએ. આત્મા બધાથી નિરાળો છે, સ્વતંત્ર છે. પોતાના જ પરિણમનથી પરિણમતો પોતાનું કાર્ય કરી રહ્યો છે. તેની વિચારણા દ્વારા અંતરમાં આત્મશ્રદ્ધાનરૂપ આત્મદ્વીપ તૈયાર થાય છે, જ્યાં ચિત્તવૃત્તિની ડોલાયમાન થતી નાવ સુસ્થિત થઈ સાચું સંરક્ષણ મેળવે છે. આ આત્મદ્વીપ અને આત્મશરણ જ સાચા અર્થમાં ધર્મદ્વીપ અને ધર્મશરણ છે.
આત્માનો આવો અદ્ભુત મહિમા છે. જગતમાં જે કંઈ પણ સુંદરતા છે, જે કંઈ પણ પવિત્રતા છે તે બધી આત્મામાં રહેલી છે. આત્મવસ્તુમાં અનંત અનંત ગંભીર ભાવો ભરેલા છે. ચર્ચા દ્વારા અંત ન આવે એટલાં અનંતાં રહસ્યો અને અનંતા ભાવો આત્મસ્વભાવમાં ભરેલાં છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ૩૩ સાગરોપમ કાળ સુધીના તેમના આયુષ્ય દરમ્યાન આત્મસ્વભાવની અપુનરુક્ત ચર્ચા કરે તોપણ અંત ન આવે એવા અનંત અનંત ગૂઢ ભાવો આત્મામાં ભરેલા છે. એક સાગરોપમ કાળ એટલે ૧૦ કોડાકોડી પલ્યોપમ કાળ અને એક પલ્યોપમનો કાળ એટલે અસંખ્ય અબજો વર્ષનો કાળ. એવા ૩૩ સાગરોપમ આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધ વિમાનના એકાવતારી સમ્યગ્દષ્ટિ દેવો તેમના સમગ્ર આયુષ્ય દરમ્યાન આત્માની ચર્ચા કર્યા કરે તોપણ તેનો અંત આવે તેમ નથી. આત્માના ગુણોને એક પછી એક, વચ્ચે ક્યારે પણ અટક્યા વગર કહ્યા જ કરે તોપણ તેઓ તેમના સંપૂર્ણ જીવનમાં આત્માના અસંખ્યાત ગુણોને જ કહી શકે ૧- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', સર્વવિશુદ્ધિ દ્વાર, સવૈયા ૧૧૬ 'शुद्धता विचारे ध्यावे शुद्धता में केलि करे, शुद्धता में थिर व्है अमृतधारा बरसे ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org