________________
ગાથા-૧૧૭
૬૨૧ અને અનંત ગુણો બાકી રહી જાય. આત્મા આવો મહાન ગુણભંડાર છે. આત્મા અનંત ગુણોથી ઠસોઠસ ભરેલો છે. તેના અનંત ગુણો વાણીમાં નથી આવી શકતા, પરંતુ સ્વાનુભૂતિની એક ઝલકમાં સર્વ ગુણો સમાયેલા હોય છે. આત્માના અનુભવમાં સર્વ ગુણોનું નિર્મળ પરિણમન થાય છે, અનંતા ગુણોનો સ્વાદ તેમાં આવી જાય છે. અનુભવની સમય સમયની દરેક પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ આવે છે. અનંતગુણસંપન્ન આત્માનો આવો અગાધ મહિમા ચિતવી એવો ઉલ્લાસ પ્રગટાવવો જોઈએ કે બીજા બધા પ્રત્યેનો પ્રેમ ઊડી જાય, બધેથી પરિણતિ હટી જાય અને ઉપયોગ ચૈતન્યગુણધામમાં પ્રવેશી જાય. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સિદ્ધભાવ સાક્ષાત્, સર્વ પ્રકાશક પરમ દેવ, પરમ પુનિત વિખ્યાત. પોતે પોતામાં રહ્યો, સ્વયંજ્યોતિ સુખધામ; તું સ્વયંભૂ શંભુ વિભુ, અનંત નામ અનામ. પરમ પુરુષ ઉત્તમ મહા, તું ત્રિભુવન શિરતાજ; બીજું કહીએ કેટલું? પાર કદી ન પમાય. જો જિજ્ઞાસા સત્ય છે, લેવા એ નિજ ધામ; સદ્ગુરુ વચનામૃત તણો, કર વિચાર તો પામ.... ૧
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૩ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૬૫-૪૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org