Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૭
૬૧૩
આવે છે. અનુભૂતિસ્વરૂપ આત્મા પોતે નિરંતર અનુભવમાં આવે જ છે. ખામી માત્ર એ જ વાતની છે કે “આ જે જ્ઞાયકરૂપે જ્ઞાનમાં આવે છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. આત્માનો અનુભવ સતત થતો હોવા છતાં અનાદિ અજ્ઞાનને વશ થઈને પર સાથેના એકત્વના કારણે મૂઢ અજ્ઞાની જીવને ‘આ અનુભૂતિ તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી. પોતાને જાણવારૂપ જ્ઞાનના અભાવના કારણે, નહીં જાણેલા એવા આત્માનું શ્રદ્ધાન પણ થતું નથી. જીવને આત્માની સિદ્ધિ કેવળ એ માટે જ અટકી છે કે આત્મા નિરંતર જાણમાં આવતો હોવા છતાં તે તેને નિજરૂપે જાણતો નથી, તેમાં પોતાપણું સ્થાપિત કરતો નથી; અને તે જ સમયે જાણમાં આવતા પરપદાર્થોમાં અને પરભાવોમાં પોતાપણું કરે છે.
જીવ પરમાં રોકાયેલો રહે છે, તેથી તે સ્વને ભૂલી જાય છે. તે દૂરની વસ્તુઓમાં ગૂંચવાયેલો રહે છે, તેથી પાસેની વસ્તુ તેની નજર બહાર જ રહી જાય છે. જેમ ઘરે વેવાઈ જમવા આવ્યા હોય ત્યારે એમની સરભરા કરવામાં બાજુમાં બેઠેલ પતિ વિસરાઈ જતો હોય છે. પરજનને પીરસવાની દોડધામમાં સ્વજનની ઉપેક્ષા થઈ જાય છે. તેમ દશ્ય બહુ દૂર છે, દ્રષ્ટા અત્યંત નિકટ છે અને છતાં દૃશ્યમાં તન્મય થયેલો જીવ દ્રષ્ટાને ભૂલી બેઠો છે. તેણે પરની તલ્લીનતામાં સ્વનું વિસ્મરણ કર્યું છે. નાટકમાં કેટલાક પ્રેક્ષક દૃશ્યોમાં એટલા તલ્લીન થઈ જાય છે કે પોતાને પણ ભૂલી જાય છે. એવું જ અજ્ઞાની જીવ માટે બન્યું છે. જીવન પણ એક મોટી નાટકશાળા છે અને અજ્ઞાની જીવે દૃશ્યોની તલ્લીનતામાં દ્રષ્ટાને - સ્વયંને ગુમાવી દીધો છે. સ્વને મેળવવા બીજું કાંઈ જ કરવાનું નથી. દ્રષ્ટાની જાગૃતિ કેળવવાની છે. જીવ પોતાને વીસરી ગયો છે એ જ તેની ભૂલ છે. આ ભૂલ સુધારતાં તેનું કલ્યાણ થઈ જાય છે. આત્મા પ્રગટ જ છે, પણ જીવે તેની સાથેની એકતા નથી કરી એટલે આત્માનો અનુભવ થતો નથી; તે જો આત્મા સાથે એકત્વબુદ્ધિ કરે તો તરત આનંદની સેર ઊડે. જો જીવ આત્માની ઓળખાણ કરી તેના ઉપર દષ્ટિ સ્થાપે, તેની સાથે એકત્વબુદ્ધિ કરે તો અજ્ઞાનનો નાશ થાય અને જ્યોતિસ્વરૂપ આત્મા પ્રત્યક્ષ અનુભવી શકાય.
અનાદિથી સ્વપરપ્રકાશક સ્વભાવવાળો હોવા છતાં ઉપયોગ ઇન્દ્રિયો દ્વારા પરને પ્રકાશવામાં જ રોકાયેલો છે. પરલક્ષી જ્ઞાનને સ્વલક્ષી બનાવવાથી સ્વપરપ્રકાશકપણું પ્રગટી શકે છે. છબીના ક્ષયોપશમજ્ઞાનમાં એવી શક્તિ નથી હોતી કે એક સમયે તે બે શેયને પ્રકાશી શકે. પરને જાણે ત્યારે સ્વને નથી જાણતું અને સ્વને જાણે ત્યારે પરને નથી જાણતું. એકમાત્ર કેવળજ્ઞાનમાં જ એવું સામર્થ્ય છે કે તે સ્વ અને પર બન્નેને એકસાથે પ્રકાશી શકે છે. આમ, આત્મા તેની સ્વપરપ્રકાશક શક્તિ વડે પોતાને પ્રકાશિત કરે છે અને લોકાલોકને પણ પ્રકાશિત કરે છે. આત્માની આ જ્ઞાનજ્યોતિ સ્વયં પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org