Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૭
૬૧૧ ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, એકમાત્ર અતીન્દ્રિય જ્ઞાનચક્ષુથી જણાય છે. મતિ-શ્રુતરૂપી જ્ઞાનમૂડી અતીન્દ્રિય તથા નિર્વિકલ્પ થતાં જ આત્મા જણાય છે, અનુભવાય છે, સંવેદાય છે. આત્મદ્રવ્ય તે ચૈતન્યનું અખંડ સ્વક્ષેત્ર છે. આત્માનું ક્ષેત્ર અન્ય દ્રવ્યના ક્ષેત્રથી પૃથક છે, ભિન્ન છે. તેની સત્તા અન્ય દ્રવ્યોની સત્તાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
શરીરાકારે રહેલી આ ચૈતન્યમૂર્તિના અસંખ્ય પ્રદેશોમાંથી એક પ્રદેશ પણ છૂટો પડતો નથી. આત્મા સંકોચ-વિસ્તારના સ્વભાવવાળો છે. જે શરીર ધારણ કરે તે શરીરમાં તે સમાઈને રહે છે. હાથી જેવડું શરીર હોય તો આત્મા તે શરીરપ્રમાણ વ્યાપીને રહે અને કીડી જેવડું શરીર હોય તો તેટલા ક્ષેત્રમાં વ્યાપીને રહે. તેના અસંખ્ય પ્રદેશો ફેલાય કે સંકોચાય છતાં પણ તેના પ્રદેશો સદા જોડાયેલા જ રહે છે. તેના પ્રદેશો કદી છૂટા પડે નહીં એવો તે ઘનપિંડ છે.
અસંખ્યપ્રદેશી ચૈતન્યઘન આત્મા ક્યારે પણ ખંડિત થતો નથી. નરક ગતિમાં તેનો દેહ અનેક વાર છેદાયો-ભેદાયો, છતાં તેનો એક પણ પ્રદેશ ઓછો થયો નથી કે અલગ પડી ગયો નથી. તે એવો ઘન સ્વરૂપ જ છે. આત્મા જ્યારે અંતિમ દેહમાંથી નીકળે છે ત્યારે આત્મપ્રદેશો એ જ દેહના પ્રમાણના ૨/૩ જેટલા ભાગમાં દેહાકારે ઘનરૂપ થાય છે. સર્વ આત્મપ્રદેશો સઘન અવસ્થામાં રહે છે. મુક્ત અવસ્થામાં પણ તે ચૈતન્યઘન જ રહે છે. આમ, અસંખ્યપ્રદેશી ચૈતન્યઘન આત્મામાં અચેતનનો અંશમાત્ર નથી અને તેનો એક પણ પ્રદેશ ક્યારે પણ છૂટો પડતો નથી. (૪) “સ્વયંજ્યોતિ – આત્મા સ્વભાવે જ સ્વપરપ્રકાશક જ્ઞાનજ્યોતિ છે. તેને કોઈ પ્રકાશતું નથી. આ જ્ઞાનજ્યોતિને પ્રગટ થવામાં કોઈની પણ મદદની જરૂર નથી. તે સ્વયં ચૈતન્યજ્યોતિરૂપ છે.
જેમ અગ્નિ જ્યોતિસ્વરૂપ છે, તેમ આત્મા પણ જ્ઞાનજ્યોતિ છે. અગ્નિ જેમ વસ્તુને પ્રકાશિત કરે છે, તેમ આત્માની જ્ઞાનશક્તિ પણ વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરે છે. પ્રકાશકપણાનો સમાન ધર્મ જોઈને આત્માને જ્યોતિની ઉપમા આપવામાં આવી છે.' ૧- આત્માની જ્ઞાનશક્તિની જ્યોતિ સાથેની સરખામણીનો ઉલ્લેખ પૂર્વાચાર્યોના ગ્રંથોમાં જોવા મળે છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે ‘સમયસારકલશ'માં ઠેર ઠેર ચૈતન્યજ્યોતિની સ્તુતિ કરી છે. જુઓ :
'ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमंतस्तथोच्चैશિષ્ઠવસ્તીનાં નિરમતોત્યંત મીતતુ !' કલશ-૯૯ 'हेलोन्मीलत्परमकलया સાઈનાથ ૪િ જ્ઞાનળ્યોતિઃ તિતમ પ્રોન્ઝઝૂમે મેરા !' કલશ-૧૧૨ 'व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुर
ળ્યોતિશ્ચિન્મયનુષ્યર્વ નિગરામારકુનૃત્તેિ !' કલશ-૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org