Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ડબ્બીમાં મૂકવામાં આવે, ડબ્બી નાની પેટીમાં મૂકવામાં આવે, નાની પેટી તિજોરીમાં મૂકવામાં આવે, તિજોરી કબાટમાં મૂકવામાં આવે, કબાટને તાળું મારવામાં આવે, કબાટ ઓરડામાં મૂકવામાં આવે, ઓરડો બંધ કરવામાં આવે, ઘરને તાળું મારવામાં આવે રત્ન ઉપર આટઆટલાં આવરણો આવે છતાં રત્ન જ્યાં છે ત્યાં, જેમ છે તેમ જ છે. નથી તેમાં ઘટાડો થતો કે નથી તેમાં ફેરફાર થતો. ગમે તેટલા લાંબા સમય સુધી રત્નને આ રીતે રાખવામાં આવે તોપણ રત્ન બગડતું જ નથી. આવરણમાં રહેલું રત્ન ગુપ્ત છે, આવરણ દૂર કરવામાં આવે તો તે વ્યક્ત થાય છે. આવરણના કારણે રત્નમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ફરક એટલો જ છે કે જ્યાં સુધી રત્ન ઉપર આવરણો છે ત્યાં સુધી તે ગુપ્ત છે અને તે આવ૨ણો દૂર થતાં તે પ્રગટ થાય છે. તેમ આત્મા અનાદિથી કર્મથી આવરાયેલો છે, છુપાયેલો છે, તોપણ તેનું કાંઈ બગડ્યું નથી. કર્મના સંગથી આત્માના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. કર્મ સહિત હોવાથી તે ગુપ્ત છે, કર્મરહિત થતાં તે પ્રગટ થાય છે. ‘ગુપ્ત અને પ્રગટ' માત્ર અવસ્થાભેદ છે. એ બન્ને અવસ્થામાં આત્મસ્વરૂપ તો જેવું ને તેવું જ છે. કર્મની સાથે આત્મા જોડાયેલો હતો ત્યારે તે અશુદ્ધ હતો અને કર્મથી મુક્ત થતાં તે શુદ્ધ થયો એમ નથી. બંધનમાં કે મુક્તિમાં આત્મા જેવો છે તેવો અસંગ, અબદ્ધ, મુક્ત, શુદ્ધ જ રહે છે. મુક્ત થતાં આત્મા સત્તાગત જેવો છે તેવો જ પર્યાયમાં પ્રગટ થાય છે. પરથી અવાયેલો હોય ત્યારે પણ આત્મા શુદ્ધ જ છે, પરિપૂર્ણ જ છે, અવ્યાબાધ જ છે એવો શ્રદ્ધાભાવ એ જ અનંત સુખનું મૂળ છે.
સાધક જાણે છે કે પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે, ત્રિકાળી પરિપૂર્ણ છે, તે સ્વરૂપમાં પરવસ્તુનો પ્રવેશ નથી. તેથી તે ભય પામતો નથી અને ચિત્તને સ્વસન્મુખ કરે છે. પોતાની સ્વતંત્રતાની આસ્થા કરી તે પર સાથેનો સંબંધ તોડવાનો અને આત્મસ્વભાવ સાથે એકતા કરવાનો પુરુષાર્થ કરે છે. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિને સ્થિર કરે છે. તે એમ ભાવે છે કે ‘હું અબાધક છું. કોઈ મને બાધા પહોંચાડી શકે એમ છે જ નહીં. કર્મનું બંધન કે રાગાદિ બાધકભાવ મારા શુદ્ધ સ્વરૂપમાં નથી. કર્મ અને કર્મનું ફળ મારા ચૈતન્યસ્વભાવમાં છે જ નહીં. ચૈતન્યસ્વભાવમાં માત્ર આનંદમય જ્ઞાનચેતના છે. કર્મચેતના તથા કર્મફળચેતના એ બન્નેથી ભિન્ન એવો હું જ્ઞાનચેતનારૂપ અબાધ્ય છું, શરી૨ અને મોહકલંકથી રહિત ચૈતન્યપિંડ છું. ચૈતન્યભંડાર જ્ઞાન-દર્શનસ્વરૂપ, નિર્મળ ઐશ્વર્યવાન, ઉત્તમ સુગુણોનો ખજાનો છું.'૧ આવા અનંત ગુણોથી ભરપૂર સ્વભાવનો અત્યંત મહિમા લાવી, તે પ્રગટ કરવાના અત્યંત પુરુષાર્થથી શ્રદ્ધા૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજીરચિત, ‘છ ઢાળા', ઢાળ ૬, કડી ૧૦
Jain Education International
—
મેં સાધ્ય સાધક મૈં અબાધક, કર્મ અરુ તસુ ફલનિđ; ચિત્રપિંડ ચંડ અખંડ સુગુણકદંડ ચ્યુત પુનિ કલનિä.'
For Private & Personal Use Only
www.jainelibrary.org