________________
ગાથા
ભૂમિકા
ગાથા ૧૧૬માં શ્રીગુરુએ કહ્યું કે દેહાધ્યાસ છોડી, જ્ઞાયકભાવમાં સ્થિરતા કરવારૂપ ધર્મથી પૂર્ણ શુદ્ધ દશારૂપ મોક્ષ પ્રગટે છે. આત્મસ્વરૂપને સમજવાથી તથા અંતર્મુખ થઈ તેમાં લીન થવાથી તેની પ્રાપ્તિ થાય છે. આત્મસ્વભાવનું વર્ણન કરતાં કહ્યું કે આત્મા મોક્ષસ્વરૂપ છે તથા અનંત જ્ઞાન, અનંત દર્શન અને અવ્યાબાધસ્વરૂપી છે. હવે આ ગાથામાં શ્રીગુરુ આત્મના ગુણોનું વર્ણન કરે છે. પાંચ અદ્ભુત બોલ દ્વારા આત્મસ્વરૂપની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે
-
‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ બીજું કહીએ કેટલું? કર વિચાર
Jain Education International
ગાથા
--
For Private & Personal Use Only
૧૧૭
સુખધામ;
તો પામ.' (૧૧૭)
અર્થ
તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. (૧૧૭)
ભાવાર્થ
આત્માના ગુણો સંખ્યા અપેક્ષાએ અનંત છે. આકાશના પ્રદેશોની સંખ્યા કરતાં અનંતગણા ગુણો પ્રત્યેક આત્મામાં છે. લોકાકાશ અને અલોકાકાશ એમ બન્નેના મળીને અનંત આકાશપ્રદેશ છે. તેનાથી અનંતગણા ગુણ પ્રત્યેક આત્મામાં છે. આકાશમાં જેમ ક્ષેત્રથી અનંતતા છે, તેમ ગુણ અપેક્ષાએ આત્મામાં અનંતતા છે. આત્મા અનંત ગુણોના અભેદ પિંડસ્વરૂપ છે. તેનું સ્વરૂપ સમજાવતાં શ્રીગુરુ કહે છે કે આત્મા સર્વ પદ્રવ્ય અને પરભાવથી રહિત હોવાથી શુદ્ધ છે, બોધસ્વરૂપ હોવાથી બુદ્ધ છે, તે પ્રદેશે પ્રદેશે ચૈતન્યથી વ્યાપ્ત હોવાથી તથા તેનો એક પણ પ્રદેશ છૂટો પડતો નહીં હોવાથી ચૈતન્યઘન છે, સ્વયં પ્રગટ તથા સ્વપરપ્રકાશક હોવાથી સ્વયંજ્યોતિ છે, અનંત અવ્યાબાધ સુખમય હોવાથી સુખધામ છે. આવા આત્મસ્વરૂપની પ્રતીતિ થતાં, તેનો જ પક્ષ ગ્રહણ કરતાં, તેનું જ સતત લક્ષ કરતાં અને તેના જ અભ્યાસમાં દક્ષ થતાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
આત્માની વિભૂતિઓ અને ગુણો અનંત છે. તેનું વર્ણન કરવામાં આવે તોપણ
www.jainelibrary.org