Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૭
પાંચ બોલ વડે આત્મસ્વરૂપને સમજાવ્યું છે તે હવે જોઈએ .
(૧) ‘શુદ્ધ’ આત્મા સર્વ કર્મમલથી રહિત પવિત્ર વસ્તુ છે. તે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી રહિત શુદ્ધ દ્રવ્ય છે; અર્થાત્ તે સર્વ પરદ્રવ્ય અને પરભાવથી રહિત ત્રિકાળ શુદ્ધસ્વભાવી છે.
(i) કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ સાથે ભેળસેળ થયો હોય તો તે પદાર્થ અશુદ્ધ ગણાય અને જો તે પદાર્થ કોઈ બીજા પદાર્થ સાથે ભેળસેળ થયા વગરનો હોય તો તે શુદ્ધ ગણાય છે. અનાદિ કાળથી આત્મા પરદ્રવ્યના દેહ તથા કર્મ આદિ પુદ્ગલોની સાથે એકક્ષેત્રાવગાહે રહેવા છતાં તે પુદ્ગલદ્રવ્યરૂપ થયો નથી, પરંતુ તેનાથી કેવળ ભિન્ન જ રહ્યો છે. અનંત કાળથી પુદ્ગલ સાથે એકપ્રદેશાવગાહે રહ્યો છે, તેથી સંયોગદૃષ્ટિવંત જીવને તે મલિન અશુદ્ધ દેખાય છે; પરંતુ સ્વભાવદૃષ્ટિએ જોતાં આત્મા સર્વ પરદ્રવ્યથી કેવળ ભિન્ન જણાય છે.
-
-
Jain Education International
૬૦૫
-
જળમાં ડૂબેલા કમળને જળના સંયોગ તરફની નિમિત્તાધીન દૃષ્ટિથી જોતાં, વર્તમાન અવસ્થામાં કમળ જળને અડેલું છે એમ જણાય છે, પણ તેની સમીપ જઈને જોતાં જણાય છે કે જળથી જરા પણ નહીં સ્પર્શાવા યોગ્ય એવા કમળના નિર્લેપ સ્વભાવના કારણે તે જળને જરા પણ અડ્યું નથી. કમળને પાણીના સંયોગ તરફની સ્થૂળ બાહ્ય દૃષ્ટિથી જોતાં પાણીનું સ્પર્શવું સાચું લાગે છે, પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તેનો અસ્પર્શી સ્વભાવ જણાય છે. તળાવમાં રહેલી માછલીને કમળ પાણીમાં હોય એમ લાગે છે, પણ કમળની અંદર બેઠેલા ભમરાને કમળ પાણીથી ભિન્ન જણાય છે. તે પ્રમાણે આત્માને વર્તમાન સંયોગાધીન દૃષ્ટિથી જોતાં તે બંધનયુક્ત પરાધીન જણાય છે, પણ સ્વભાવદૃષ્ટિથી જોતાં તે મુક્ત, સ્વાધીન જ પ્રતીત થાય છે. વ્યવહારદૃષ્ટિએ જોતાં તે દેહ, કર્મ આદિ પરસંગથી અશુદ્ધ ભાસે છે અને નિશ્ચયદૃષ્ટિથી જોતાં આત્મસ્વરૂપ અત્યંત નિર્મળ અને શુદ્ધ લાગે છે. નિજ ત્રિકાળી આત્મવસ્તુ સ્વભાવ અપેક્ષાએ સદા નિર્લેપ જ છે, અસંગ જ છે. ત્રિકાળી આત્મસ્વભાવમાં શરીરનો, કર્મનો કોઈ લેપ નથી. આત્મા સર્વ કાળ માટે અસંયોગી તત્ત્વ છે. તેના સ્વભાવને ક્યારે પણ પુદ્ગલાદિ પરદ્રવ્યનો જરા જેટલો પણ સ્પર્શ થયો નથી. તેમાં આવરણ, અશુદ્ધિ કદી પ્રવેશ્યાં નથી. યથાર્થ દૃષ્ટિએ જોતાં આત્મા સદા નિર્લેપ, નિઃસંગ, નિર્મળ, શુદ્ધ છે. ૧- જુઓ : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, શ્રી અભિનંદન ભગવાનનું સ્તવન, કડી ૨,૩
‘પરમાતમ પરમેશ્વરુ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત; દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત. નિ:સંગ હો શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે મિત્ત; આત્મવિભૂતિ પરિણમ્યો, કરે તે પરસંગ હો મિત્ત.'
ન
For Private & Personal Use Only
www.jainelibrary.org