Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૬
૧૮૯
ગુમાનમાં તેં રિક્ષા ચલાવવાનું પણ શીખ્યું ન હોત અને એ સંજોગોમાં તારું દુઃખ ઘણું વધી જાત. હવે સમય પાકી ગયો છે. તને પૈસા પણ મળશે અને યોગ્ય વહીવટ દ્વારા તેનો લાભ પણ તું ઉઠાવી શકશે.' રિક્ષાવાળાને પોતાની ગર્ભશ્રીમંતતાનો વિશ્વાસ બેસે છે, પરિણામે તેનું અંતર ઉત્સાહ તથા ખુમારીથી નાચી ઊઠે છે.
એમ જીવનો અનંત પુણ્યરાશિ ળતાં તેને સદ્ગુરુનો સુયોગ સાંપડે છે. તેઓશ્રી તેને સમજાવે છે કે ‘શાસ્ત્રમાં જેનાં ગાણાં ગાયાં એ પરમાત્મસ્વરૂપ તારું જ છે. ભલે અત્યારે તું અવસ્થામાં દુઃખી છે, પણ તારો સ્વભાવ તો પૂર્ણ અને શુદ્ધ જ છે. નિજશુદ્ધાત્માની વાત જો તને આ પૂર્વે કરવામાં આવી હોત તો તું સ્વચ્છંદી થઈ વિકારોમાં જ રમત; પરંતુ હવે તારામાં આત્માર્થીપણું પ્રગટ્યું છે; શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા તારામાં પ્રગટ્યાં છે; તારી પાત્રતા તૈયાર થઈ છે; તેથી તને કહીએ છીએ કે જે તું શોધી રહ્યો છે તે તારી અંદર જ છે. પરમાત્માનું સર્વ ઐશ્વર્ય તારામાં વિદ્યમાન છે. તેનો ભોગવટો કરીને તું તૃપ્ત થા.' સુપાત્રતાસંપન્ન જીવને સદ્ગુરુના બોધ દ્વારા પોતાના પરમાત્મસ્વરૂપની શ્રદ્ધા જાગે છે. તેના મનમાંથી હકાર ઊઠે છે, અંતરમાંથી ભણકારા વાગે છે કે 'હું આનંદનો રસકંદ છું, જ્ઞાન, દર્શન, વીર્ય આદિ અનંત ગુણોનો પિંડ છું; મારા સ્વભાવમાં કોઈ વિકાર નથી; અહોહો! હું જ પરમાત્મા છું.'; અને તેના આત્મપ્રદેશોમાં ઉલ્લાસ તથા ખુમારી વ્યાપી જાય છે.
પોતે કરોડપતિ છે એવી રિક્ષાવાળાને ખુમારી પ્રગટે છે. ત્યાં તો કોઈ ઘરાક તેની પાસે આવે છે અને તેને સ્ટેશને લઈ જવાનું કહે છે. ઘરાકને ઉતાવળ હતી, વધારે પૈસા આપવાનું કહે છે, છતાં રિક્ષાવાળો ના પાડે છે. ‘હવે હું શા માટે રિક્ષા ચલાવું? હું તો કરોડપતિ છું!' ઘરાક આ સાંભળી તેનાં મિલન અને જીર્ણ વસ્ત્રો ઉપર નજર નાખતાં કટાક્ષયુક્ત હાસ્ય કરે છે. પિતાનો મિત્ર તેને સમજાવે છે કે ‘હાથમાં નાણાં ન આવે ત્યાં સુધી કરોડપતિ હોવાનું બોલાય નહીં. તું જે હાલતમાં અત્યારે ઊભો છે તે બદલવા માટે કરોડપતિ હોવાની માત્ર જાણ કે ખાતરી પૂરતી નથી, તે માટે તારા કબજામાં અને ભોગવટામાં પૈસાનું હોવું પણ જરૂરનું છે.' કરોડપતિ હોવાની જાણ અને તે અંગેનો વિશ્વાસ તો ક્ષણમાં થઈ શકે, પરંતુ કરોડપતિ જેવાં વેષ, રહેણીકરણી અને માન-મરતબો મેળવવામાં થોડો સમય લાગે.
ભલે પરમાત્મસ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન યથાર્થપણે થઈ ચૂક્યાં હોય, પણ જ્યાં સુધી પરિણામમાં વીતરાગતા ઝળહળે નહીં ત્યાં સુધી કાર્ય સંપન્ન ન થાય. વર્તમાન અશુદ્ધ અને અપૂર્ણ દશા ટાળવા માટે નિજપરમાત્મપદનું માત્ર જ્ઞાન કે તેની શ્રદ્ધા પર્યાપ્ત નથી, તે માટે નિજપદમાં નિરંતર રમણતા જોઈએ. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય પણ જો સમ્યક્ચારિત્રની આરાધના પૂર્ણ ન થઈ હોય તો પરમાત્મસ્વરૂપ પ્રગટતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org