Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૬
૫૮૭
તો છે જ, છતાં તેણે યોગ્ય વિધિ દ્વારા તે દશા પ્રગટ કરવાની બાકી છે.
તે જ પ્રમાણે જીવ પરમાત્મા છે જ અને તેણે પરમાત્મા થવાનું પણ છે. તેની વર્તમાન દીન-હીન દશામાં તે પોતાને પરમાત્મા તરીકે સ્વીકારી શકતો નથી. પરમાત્મા’ બોલતાં આંખ સમક્ષ કેવું દૃશ્ય ખડું થાય છે? આરસપહાણના વિશાળ મંદિરમાં વીતરાગી ભગવાન પદ્માસનમાં બિરાજમાન હોય અને તેમની પૂજા-સ્તવના થતી હોય! જ્ઞાની પુરુષો સમજાવે છે કે પરમાત્મા બે પ્રકારે છે - એક કાર્ય પરમાત્મા, બીજા કારણ પરમાત્મા. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના દ્વારા જેમણે પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે તે છે કાર્ય પરમાત્મા. જેમણે પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રગટાવ્યું નથી, પણ આવા પરમાત્મા થવાની ક્ષમતા જેઓ ધરાવે છે તે છે કારણ પરમાત્મા. અરિહંત-સિદ્ધ ભગવાન કાર્ય પરમાત્મા છે અને નિજભગવાન કારણ પરમાત્મા છે. તે સર્વ જીવોમાં છે અને દેહદેવળમાં વ્યાપ્ત છે. વળી, બને પરમાત્માને સમાન માની જીવ વ્યવહારમૂઢતામાં સરી ન પડે તે માટે જ્ઞાની ભગવંતો ચેતવે પણ છે કે બને પરમાત્મામાં ભેળસેળ કરશો તો લક્ષ્યસિદ્ધિ થશે નહીં. કાર્ય પરમાત્મા પૂજ્ય છે, તેથી તેમનું અષ્ટ પ્રકારે કે અષ્ટ દ્રવ્યથી પૂજન કરવું જોઈએ; તથા કારણ પરમાત્મા ધ્યેય છે, માટે તેમનું એકલશે ધ્યાન કરવું જોઈએ. કાર્ય પરમાત્માનો યથાર્થ આશ્રય ગ્રહતાં વ્યવહાર રત્નત્રય પ્રગટે છે તથા કારણ પરમાત્માનો આશ્રય હતાં નિશ્ચય રત્નત્રય પ્રગટે છે. માર્ગનો ક્રમ આમ જ છે અને તેનો યથાર્થ સ્વીકાર કરી, વિધિવત્ અભ્યાસ કરવાથી જ કાર્યસિદ્ધિ થાય છે.
જેમ રિક્ષાવાળો કરોડપતિ છે, છતાં પણ દુઃખી છે; તેમ સર્વ જીવ મોક્ષસ્વરૂપી પરમાત્મા સમાન છે, છતાં પણ દુઃખપરંપરામાં સબડી રહ્યા છે. તેનું કારણ છે અજ્ઞાન. રિક્ષાવાળાને ખબર નથી કે પોતાના નામે બેંકમાં કરોડો રૂપિયા પડ્યા છે, તેથી તે દુઃખી છે. જો તેને પોતાના કરોડપતિ હોવાની જાણ થાય તો તેનું દુ:ખ મટે. તેમ જીવને પોતાના પરમાત્મસ્વરૂપનું ભાન નથી. પોતાના સુખસ્વભાવથી અજાણ હોવાના કારણે ભિખારી થઈને ફરે છે અને દુઃખી થાય છે. જો સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરી, તેમાં રમણતા કરે તો અવશ્ય સુખી થાય.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે “હોવું' કરતાં જાણવું' વિશેષ મહત્ત્વનું છે. માત્ર ‘કરોડપતિ હોવું' તે મહત્ત્વનું નથી, ‘હું કરોડપતિ છું એમ જાણવું' એ વધુ મહત્ત્વનું છે. રિક્ષાવાળો ગર્ભશ્રીમંત છે, પણ તે પોતાની શ્રીમંતાઈ જાણતો ન હોવાથી દુ:ખી છે; તેમ જીવ પરમાત્મસ્વરૂપી છે, પણ તે પોતાનું સ્વરૂપ જાણતો ન હોવાથી દુઃખી છે. તેને પોતાનું પરમાત્મસ્વરૂપ જાણવાની આવશ્યકતા છે. જિનાગમોમાં આના કરતાં પણ વિશેષ સૂક્ષ્મતાથી આ વાત પ્રતિપાદિત કરી છે. ત્યાં જાણવા કરતાં માનવાની અગત્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org