Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વધુ દર્શાવી છે. ‘હોવું' કરતાં ‘જાણવું' તો વધુ મહત્ત્વનું છે જ, પણ ‘જાણવું કરતાં માનવું' તેથી પણ વધારે મહત્ત્વનું છે. ખરો મહિમા તો સમ્યગ્દર્શનનો છે. હવે પછીની વાતથી આ તથ્યની પુષ્ટિ થશે.
ફિક્સ્ડ ડિપોઝીટનાં વીસ વર્ષ પૂરાં થતાં બેંકવાળા જૂના સરનામે પત્ર મોકલે છે, પણ તે પત્ર પાછો આવતાં તે છાપામાં પિતા-પુત્રનાં નામો છપાવી જાહેરખબર આપે છે કે જો તેઓ દ્વારા એક મહિનાના સમયગાળામાં આ થાપણના નાણાંનો દાવો રજૂ કરવામાં નહીં આવે તો તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે. રિક્ષાવાળો આ જાહેરખબર વાંચે છે. તેમાં જણાવેલ નામ સાથે પોતાનું નામ, પિતાનું નામ, અટક વગેરે બધું મળતું આવે છે, તેથી એક ક્ષણ માટે તો તેના મનમાં અત્યંત હર્ષ વ્યાપી જાય છે, પણ વળતી જ પળે પોતાની દરિદ્રદશાનો ખ્યાલ આવતાં હર્ષનું સ્થાન શંકા લે છે કે “અરે! હું ક્યાં કરોડો રૂપિયા કમાયો છું કે બેંકમાં મારા નામે તે મુકવાની વાત આવે? આ તો મારા નામ સાથે મળતા નામવાળી કોઈ અન્ય વ્યક્તિના પૈસા હશે!' તે પોતાના મિત્રોને છાપું તો બતાવે છે, પણ મશ્કરીરૂપે કે “જુઓ, હું કરોડપતિ થઈ ગયો!' આમ, રિક્ષાવાળાએ જાણ્યું પણ ખરું કે પોતાના જ નામે બેંકમાં કરોડોની થાપણ છે, પરંતુ એ હકીકત તેણે માની નહીં તો તે દુઃખી જ રહ્યો. કરોડપતિનું સુખ તો ઠીક, તેની ખુમારીથી પણ તે વેગળો જ રહ્યો.
એ રીતે જીવ પણ અકામ નિર્જરા કરતો કરતો મનુષ્યભવ પામે છે અને મહત્પષ્યના યોગે તેના હાથમાં સતુશાસ્ત્ર આવે છે. શાસ્ત્રમાં તે વાંચે છે કે આત્મા પરમાત્મા જ છે. ત્યારે પ્રથમ તો તેના આનંદની સીમા રહેતી નથી કે “વાહ! હું પણ પરમાત્મા છું!' પરંતુ તરત જ પોતાની પામર આત્મદશાનો વિચાર આવતાં તે શાસ્ત્રવચનમાં સંશય કરે છે કે “આ વાત તો મહાન આત્માઓને લાગુ પડે, મારા જેવા અધમને નહીં. આવી દીન-હીન દશાવાળો હું પરમાત્મા કઈ રીતે હોઈ શકું?' તે પોતાના આત્માર્થી મિત્રો સાથે આત્મસ્વરૂપની ચર્ચા કરે છે, સત્સંગમાં બૌદ્ધિક વ્યાયામ પણ આદરે છે, પરંતુ તેના અંતરતમમાં તે એ વાતનો સ્વીકાર કરતો નથી. આમ, જીવ જાણે છે કે પોતાનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ સરખું જ છે, પરંતુ જ્યાં સુધી તે આ વાતને માનતો નથી, ત્યાં સુધી તેનામાં પરમાત્મસ્વરૂપની ખુમારી આવતી નથી અને તે દુઃખી જ રહે છે.
એક દિવસ રિક્ષાવાળો તેના પિતાના મિત્રને મળે છે. તેઓ તેનામાં વિશ્વાસ પેદા કરે છે કે “છાપાની જાહેરખબર તારા માટે જ છે, એ કરોડપતિ તું જ છે. તારા પિતાની શરત મુજબ વીસ વર્ષની મુદ્દત સુધી તને પૈસા મળવાના ન હતા, તેથી જો હું તને આ હકીકતની જાણ પહેલાં કરત તો તને પૈસા તો ન મળત, પણ એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org