Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૬
૫૮૧ આદિ અવસ્થાઓ(પર્યાયો)ને વિશેષ' અને સુવર્ણત્વ(દ્રવ્ય)ને “સામાન્ય' કહે છે. (૨) બાળપણું, કિશોરપણું, પ્રૌઢપણું અને વૃદ્ધપણું એ પર્યાયો છે, તેને વિશેષ’ કહે છે;
જ્યારે તે બધામાં કાયમ રહેનાર મનુષ્યત્વ જેવું ને તેવું જ છે, તેને સામાન્ય' કહે છે. (૩) દૂધ, દહીં, માખણ અને છેવટે ઘી - આ બધી અવસ્થાઓને વિશેષ' કહે છે અને તે સર્વમાં રહેલા ગોરસપણાને ‘સામાન્ય' કહે છે. (૪) વૃક્ષને કાપ્યું, લાકડાં થયાં, તે બાળ્યાં તો કોલસા થયા, તે સળગાવતાં રાખ થઈ; પણ તે સર્વમાં રહેલ પુદ્ગલત્વ તો કાયમ જ છે. આ બધી અવસ્થા ‘વિશેષ' છે અને પુદ્ગલત્વ “સામાન્ય' છે.
‘સામાન્ય’ અને ‘વિશેષ’ બન્ને એક જ વસ્તુના ગુણધર્મ હોવા છતાં તે બને પરસ્પરથી ભિન્ન છે. “સામાન્ય' એક છે અને ‘વિશેષ' અનેકાનેક છે. સામાન્ય અવિનાશી છે, ધુવ છે; વિશેષ’ નાશવંત છે, પરિવર્તનશીલ છે. આ બન્નેમાં ભેદ છે છતાં બન્ને અભિન્ન છે. એ બન્નેને એકબીજાથી જુદાં કરી શકાતાં નથી. તે છતાં જ્ઞાન વડે બન્નેનું અલગ અલગ અસ્તિત્વ જાણી શકાય છે, કારણ કે બન્નેનાં સ્વરૂપ-લક્ષણ જુદાં જુદાં છે. માત્ર સામાન્ય અથવા માત્ર વિશેષ એકલાં કદી હોઈ શકતાં નથી. વસ્તુતઃ એક પછી એક થનાર વિશેષો(પરિવર્તનો)માં જે સાતત્ય - એકતા - સમાનતા છે તે જ સામાન્ય (મૂળ સ્વરૂપ) છે. માટીપણું સામાન્ય છે અને માટીનું ઢેરું, ઘડો, ઠીકરાં વગેરે તેનાં વિશેષો છે. માટીપણું તે સર્વેમાં સામાન્યરૂપે વ્યાપ્ત છે. વિશેષો બદલાયા કરે છે, પણ સામાન્ય કાયમી - એકરૂપ જ રહે છે. તે પ્રમાણે આત્મા ચૈતન્યરૂપે કાયમ છે, પણ તેની અવસ્થાઓ (પર્યાયો) બાહ્ય અને આંતરિક એમ બે રીતે બદલાતી રહે છે. માનવ, પશુ, દેવ, નારકી - એ બધી બહારની અવસ્થાઓ છે;
જ્યારે ક્રોધ, માન, માયા અને લોભરૂપી વિકારો અંતરમાં થતી અવસ્થાઓ છે. તે બધા વિકારોથી પર એક વીતરાગતારૂપ શુદ્ધ પરિણામ પણ એક આંતરિક અવસ્થા છે. પરંતુ આ બધી પરિણતિઓમાં આત્મદ્રવ્ય તો ચૈતન્યરૂપે જ સદા સર્વદા ધ્રુવ છે. તે અવિનાશી, સદાકાળ, એકરૂપ જ રહે છે.
દરેક વસ્તુમાં પરિવર્તન સતત થતાં જ રહે છે, કારણ કે પરિવર્તન થવું તે વસ્તુનો સ્વભાવ છે. સંસાર પરિવર્તનશીલ છે, શરીર પરિવર્તનશીલ છે, મન પરિવર્તનશીલ છે - સર્વ પરિવર્તનશીલ છે. દરેક ચીજ બદલાતી રહે છે. તેમાં પ્રતિક્ષણ ફેરફાર ચાલુ છે. કોઈ સુંદર પુસ્તકનાં પાનાં ૩૦-૪૦ વર્ષ પછી ઝાંખાં અને જૂનાં લાગે છે. તે ફેરફાર એકદમ કે અચાનક નથી થતો. નિરંતર પરિવર્તન થતું રહેવાના કારણે આમ થાય છે. સતત પરિણમનશીલ સ્વભાવના કારણે આજનું બાળક ૫૦-૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org