________________
ગાથી - ૧૧૬
| ગાથા
મોક્ષના ઉપાયનું સ્વરૂપ સંક્ષિપ્તમાં બતાવતી ત્રણ રહસ્યપૂર્ણ કળશરૂપ ભૂમિકા
ગાથાઓમાંની પ્રથમ ગાથા ૧૧પમાં અનંત જ્ઞાનીઓના અંતરમાં રહેલું ધર્મનું રહસ્ય બતાવતાં શ્રીગુરુએ કહ્યું કે અનાદિ કાળનો દેહાધ્યાસ છૂટી, શુદ્ધ જ્ઞાયકસ્વભાવમાં સ્થિતિ થતાં કર્મનું કર્તાપણું તથા ભોક્તાપણું મટી જાય છે અને એ જ ધર્મનો મર્મ છે.
વિભાવભાવમાંથી સ્વભાવમાં આવવાનો પુરુષાર્થ એ જ ધર્મ છે - મોક્ષમાર્ગ છે અને તે પુરુષાર્થ દ્વારા અખંડપણે આત્મસ્વભાવમાં સ્થિરતા થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ, આત્મસ્વરૂપના અવલંબને ધર્મ છે એમ ગર્ભિતપણે બતાવી, આત્મસ્વરૂપ કેવું છે તેનું વર્ણન હવે પછીની બે કળશરૂપ ગાથામાં શ્રીગુરુ કરે છે. તેમાંની પ્રથમ ગાથામાં કહે છે –
“એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; (ગાથા)
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” (૧૧૬). એ જ ધર્મથી મોક્ષ છે, અને તું જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તે અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છો. (૧૧૬)
પૂર્વની ગાથાના અનુસંધાનમાં અહીં શ્રીગુરુ કહે છે કે “એ જ ધર્મથી [૧૧] મોક્ષ છે', અર્થાત્ દેહાધ્યાસનો નાશ કરવારૂપ ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે દેહાધ્યાસ છૂટતાં જીવને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને તેથી તે પરભાવથી ઓસરતો જાય છે અને સ્વભાવમાં સ્થિત થતો જાય છે. પરભાવમાંથી ખસી સ્વભાવમાં વસવું એ જ ધર્મ છે. પરદ્રવ્ય તથા પરભાવમાં એકત્વબુદ્ધિએ પરિણમવું એ જ અધર્મ છે અને નિજસ્વભાવમાં એકતારૂપે પરિણમવું એ જ ધર્મ છે. આત્મસ્વરૂપમાં સ્થિત થવારૂપ ધર્મથી મોક્ષ થાય છે. આ પ્રમાણે શ્રીગુરુએ અહીં ધર્મની કલ્પિત માન્યતારૂપ ભૂલનો પરિહાર કરીને કહ્યું કે જેઓ પોતાના આત્મસ્વરૂપને શ્રદ્ધે છે, સમજે છે અને તેમાં સ્થિત થાય છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે; અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતારૂપ ધર્મથી મોક્ષ થાય છે.
આમ, સ્વભાવદશાની પ્રાપ્તિ એ જ યથાર્થ ધર્મ છે એમ કહ્યું. આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી, તેમાં વૃત્તિનું ઘોલન થતાં દેહાધ્યાસ છૂટે છે અને સ્વભાવદશાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org