Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૬
૫૮૩ તાદાત્મ કરી લે છે. જ્ઞાનની વિપરીત અવસ્થામાં તે પોતાના અપરિવર્તનશીલ તત્ત્વ સાથે તાદામ્ય સાધતો નથી અને પરિવર્તનશીલ અંશ સાથે તાદાભ્ય સાધે છે.
વિપરીત સમજણના કારણે તે અમુક પરિવર્તનથી લાભ અને અમુક પરિવર્તનથી નુકસાન માને છે. ‘આ મને ઇષ્ટ છે' અથવા “આ મને અનિષ્ટ છે' એમ તે માને છે. અમુક પરિવર્તન તેને ખતરનાક લાગે છે, તેથી તેને પોતાની સુરક્ષાની ફિકર થાય છે. તે મનગમતી સ્થિતિની તજવીજ કરવામાં લાગેલો રહે છે. તેનો પુરુષાર્થ અપરિવર્તનશીલ તત્ત્વ તરફ વહેવાને બદલે બાહ્યમાં પરિવર્તન કરવામાં લાગેલો રહે છે. ક્વચિતું પુણ્યોદયે ઇષ્ટ પરિવર્તન થયું તોપણ એમાંથી તેને સુખ, શાંતિ અને સલામતી પ્રાપ્ત થતાં નથી; કારણ કે જે પરિવર્તનશીલ છે, જે નિરંતર પલટાયાં કરે છે; તે સુખ, શાંતિ અને સલામતી આપવા સમર્થ નથી. જ્યાં સુધી બાહ્યમાં ફેરફાર કરવાની વૃત્તિ છે
ત્યાં સુધી અશાંતિ જ રહે છે. તૃષ્ણા છે ત્યાં સુધી શાંતિ નથી મળી શકતી. સ્થિર તત્ત્વના વિસ્મરણના કારણે સુખ, શાંતિ આદિની પ્રાપ્તિ દૂર ને દૂર જ રહે છે. જીવ સ્થિર તત્ત્વનું અનુસંધાન કરે ત્યારે જ તે સ્થિર-શાંત થઈ શકે છે.
જે અશાંતિ, સમસ્યા કે ઉપદ્રવ ઉત્પન થાય છે તે પરિવર્તનોના કારણે નથી, પણ તેમાં રહેલી તાદાભ્યબુદ્ધિના કારણે છે. શરીરને રોગ લાગુ પડ્યો હોય તે છતાં બીમારી જરા પણ ઉપદ્રવરૂપ નથી. ઉપદ્રવ તો એ ત્યારે બને કે જ્યારે જીવ પરિવર્તન સાથે ઐક્ય કરી વિચારવા લાગે કે “હું બીમાર થઈ ગયો છું.” જો તે ધ્રુવ તત્ત્વનું અનુસંધાન કરી બીમારીનો સાક્ષી થઈ જાય, જો તે પ્રતીત કરી લે કે બીમારી કોઈ બીજાને થઈ રહી છે મને નહીં, હું તો એનો સાક્ષીમાત્ર છું'; તો એ બીમારી જીવનું કંઈ બગાડી શકતી નથી. એ જ રીતે જો જીવ ધ્રુવ તત્ત્વનું અનુસંધાન કરે તો જ્યારે કર્મકૃત ‘હું'નું મૃત્યુ ઘટે છે ત્યારે જીવ તેનો સાક્ષીમાત્ર બની રહે છે. દેહ સાથેની તાદાભ્યબુદ્ધિ જ જીવને મરણશીલ બનાવે છે. જે દેહ સાથે તાદાભ્ય કરે છે, તેને જ મરણનું ભોફ્તત્વ હોય છે. જે મરણશીલ તત્ત્વને પોતાથી છૂટું કરી નાખે છે, તે મૃત્યુથી પર થઈ જાય છે. તે જાણે છે કે પોતે તે જ છે કે જે સદાથી છે અને રહેશે. અજર અમર અવિનાશી શુદ્ધ ચૈતન્ય!
જીવને દ્રવ્યસામાન્યની શ્રદ્ધા થાય તો પર્યાયવિશેષમાં જે એકત્વ-મમત્વ છે તે મટે. દ્રવ્યસામાન્યનું ભાન થતાં શરીર તો રહેશે, પણ તે વિનાશી છે, સંયોગી છે એવું ભાસશે. રાગ વગેરે થશે, પણ તે પોતાના સ્વરૂપ જેવા ન દેખાતાં વિકારરૂપ અને નાશવંત દેખાશે. રાગાદિ તથા શરીરાદિનો અભાવ થવા છતાં આત્માનો અભાવ અથવા નાશ થતો નથી એમ સ્પષ્ટપણે જણાશે. જ્યારે જીવ સ્વયંને પર્યાયરૂપ, એટલે કે શરીરાદિ તથા રાગાદિરૂપ અનુભવતો હતો ત્યારે તેનો રાગ વધતો હતો. હવે જો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org