Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પોતાને દ્રવ્યસામાન્યરૂપ માનવા લાગે તો રાગાદિ ઓછા થવા લાગે છે અને આત્માની પર્યાય ક્રમશઃ રાગાદિથી રહિત શુદ્ધ થતી જાય છે, સાથે સાથે શરીરાદિની ઉત્પત્તિનાં નિમિત્તરૂપ કર્મોનો પણ અભાવ થતો જાય છે.
જ્ઞાનીની દૃષ્ટિ દ્રવ્યસામાન્ય ઉપર, ધ્રુવ ઉપર જ રહે છે. જ્ઞાની ત્રિકાળી, ધ્રુવ, એકરૂપ એવો જે જ્ઞાયકભાવ છે; તેના ઉપર નજર બાંધે છે - ત્યાં નજરબંધી કરે છે.
જ્યાં સુધી તેઓ પૂર્ણવીતરાગી ન થાય ત્યાં સુધી રાગનો વિકલ્પ તો આવે છે, તે છતાં સમસ્ત રાગથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્ય ઉપર સતત તેમની દૃષ્ટિ રહે છે. રાગ અને આત્માની એકતારૂપ માન્યતા હતી ત્યાં સુધી મિથ્યાત્વ હતું. હવે રાગથી ભિન્ન નિજદ્રવ્યસામાન્ય ઉપર દૃષ્ટિ કરવાથી રાગથી ભેદજ્ઞાન થઈ જાય છે. આ ભેદજ્ઞાનની ધારા અતૂટ વહેતી રહે છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર તેમની દૃષ્ટિ સ્થિર થઈ હોવાથી, તેમનો ઉપયોગ બહાર ગમે તે ઠેકાણે જાય તો પણ તેમને નિજાત્માનો આશ્રય તો રહે જ છે. રુચિનું જોર પરિપૂર્ણ વસ્તુ ઉપર જ રહે છે તથા રાગાદિનો નિષેધ કરતું ભેદજ્ઞાન સતત રહે છે, તેથી તે રાગાદિ ક્રમશઃ ક્ષય પામે છે. રાગાદિ પરભાવો પ્રત્યેની વિમુખતા એ જ રાગાદિને નાશ કરનારું અમોઘ શસ્ત્ર છે. સમ્યગ્દષ્ટિ જીવને સંસારક્રિયા કરતી વખતે પણ શુભાશુભ ભાવનો નિષેધ કરનારું દર્શન-જ્ઞાન સતત હાજર હોય છે અને તેથી જ તેઓ સર્વ રાગાદિ ભાવોનો ક્ષય કરી પૂર્ણ વીતરાગપદ - મોક્ષપદ પ્રાપ્ત કરી શકે છે.
આમ, મોક્ષપ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવે દ્રવ્યદૃષ્ટિનો અભ્યાસ નિરંતર કરવાનો છે. ભૂમિકા પ્રમાણે રાગ થાય તોપણ દષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકારો થાય છતાં પણ દૃષ્ટિનું - શ્રદ્ધાનું જોર એક નિજજ્ઞાયકદ્રવ્ય ઉપર જ રાખવાનું છે. શુભાશુભ ભાવ ઊઠે છતાં દરેકે દરેક પ્રસંગ વખતે દૃષ્ટિ જ્ઞાયકવસ્તુ ઉપર જ રાખવાની છે. જેમ આકાશમાં ઊડતો પતંગ ગમે ત્યાં જાય પણ દોર હાથમાં રાખવામાં આવે છે, તેમ હું ધ્રુવ જ્ઞાયક છું' એ દોર હાથમાં રાખવાનો છે. “ચૈતન્યમય કાયમી વસ્તુ, ટકતી વસ્તુ તે હું છું; ત્રિકાળ ટકતું તત્ત્વ, જ્ઞાયકચૈતન્ય તે હું છું' એ દોર હાથમાં રાખવાનો છે. એ દોર લક્ષમાંથી ખસવો જોઈએ નહીં.
જ્યાં કોઈ પરિવર્તન થતું નથી, પણ જે સમસ્ત પરિવર્તનોનું જ્ઞાન કરે છે ત્યાં દષ્ટિનું સ્થાપન કરવાનું છે. તે અંશનું સદા સ્મરણ રાખવાનું છે કે જે એનો એ જ રહે છે, પરિવર્તનરહિત છે, અવિચળ છે, ધ્રુવ છે, શાશ્વત છે. પોતાના અચળ કેન્દ્રમાં પ્રતિષ્ઠિત થવાનું છે. તે અચળ કેન્દ્ર પ્રત્યે બોધપૂર્ણ બનવાનું છે અને બાહ્યમાં જે થતું હોય તે થવા દેવાનું છે. પરિવર્તનોમાં અટકવાનું નથી કે તેને અચળ બનાવવાની કોશિશ કરવાની નથી. પરિવર્તનને અટકાવવું સંભવિત નથી. પરિવર્તન એ વસ્તુનો સ્વભાવ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org