________________
ગાથા-૧૧૫
૫૭૧ પતિનો અભિનય કરે છે, મિત્રનો અભિનય કરે છે; પરંતુ તે તેમાં તન્મય થતો ન હોવાથી બહાર ઉદયાનુસાર અભિનય થતો હોય છે અને અંદર તે જુદા જ ભાવમાં હોય છે. જેમ અભિનેતાને દુ:ખના પ્રસંગમાં આંસુ ખરતાં હોય તો પણ તેના અંતરમાં દુઃખ હોતું નથી, તેમ સાધક પણ જે અભિનય થઈ રહ્યો હોય તેનાથી પ્રભાવિત ન થતાં પોતાના જ્ઞાયકસ્વરૂપનું સ્મરણ રાખે છે. સાધક જેમ જેમ સાધનામાં પરિપક્વ થતો જાય છે, તેમ તેમ તેનો જ્ઞાતા-દ્રષ્ટાભાવનો અભ્યાસ પુષ્ટ થતો જાય છે.
- જ્ઞાયકની અનન્ય રુચિપૂર્વકના આ અભ્યાસથી તેની આત્મદશા ઉત્તરોત્તર વિકાસ પામતી જાય છે. આ અભ્યાસની ગહનતાથી કર્મકૃત વ્યક્તિત્વમાં રહેલી એકત્વબુદ્ધિ વિલય પામતી જાય છે અને વાસ્તવિક સ્વસત્તા પકડાતી જાય છે. અતાદાભ્યના અભ્યાસના ફળસ્વરૂપે તે અકર્તા-અભોક્તા બનતો જાય છે. જ્ઞાનદશા પ્રગટ થયા પછી આ જ્ઞાતાદ્રષ્ટાભાવ સહજ બની જાય છે. જ્ઞાની સમસ્ત બાહ્ય દેશ્ય જગતથી, એટલે કે દેહની પર્યાયો અને મનની પર્યાયોથી પોતાને ભિન્ન અનુભવી, કર્મકૃત વ્યક્તિત્વ તથા ભાવથી ઉપર ઊઠે છે. તેઓ દશ્યની સાથે તાદાભ્ય ન અનુભવતાં માત્ર તેના દ્રષ્ટા બની રહે છે, અર્થાત્ પોતાના દેહ અને મનને દેશ્યના એક ભાગ તરીકે જ જુએ છે. દેહની પ્રવૃત્તિઓ અને મનનાં પરિવર્તનોથી હર્ષ કે શોક ન અનુભવતાં તેના માત્ર તટસ્થ પ્રેક્ષક જ રહે છે. પહેલાં તેઓ પોતાને પરના કર્તા-ભોક્તા માનતા હતા, તે માન્યતા છૂટી ગઈ હોવાથી હવે પોતાના સહજ, શાંત, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ તરફ તેમની મીટ મંડાય છે. ‘મારો આત્મા જ્ઞાયકસ્વભાવી છે' એમ જ્ઞાનીએ દૃષ્ટિમાં લીધું હોવાથી તેમને ક્ષણિક વિકારભાવો પોતાના સ્વભાવપણે નથી ભાસતા, પણ સ્વભાવથી ભિન્નપણે જ ભાસે છે; તેથી તેમને તે વિકારભાવોનું કર્તુત્વ-ભોક્નત્વ પણ રહેતું નથી.
જ્ઞાની જ્ઞાનસ્વરૂપને જ સ્વપણે ગ્રહણ કરીને તેમાં એકતારૂપે પરિણમે છે. તેઓ જ્ઞાનમાં જ એકતારૂપે પરિણમે છે, રાગમાં એકતારૂપે પરિણમતા નથી. તેઓ રાગ સાથે એકતા કરતા નથી અને તેથી તેના તેઓ કર્તા થતા નથી. તેઓ રાગાદિમાં ક્યારે પણ અહં-મમભાવ સ્થાપતા ન હોવાથી તે બાહ્યથી તેમના હોવા છતાં તેમના ગણાતા નથી; એટલે જ રાગના સદ્ભાવમાં પણ જ્ઞાનીપુરુષો એમ કહી શકે છે કે રાગના અને સ્વામી નથી, તેના અમે કર્તા નથી. એક માણસ શાહુકાર પાસે ગયો અને પૂછ્યું કે “મારે તીર્થયાત્રાએ જવું છે, તમારી તિજોરીમાં મારા દાગીના મૂકશો?' શાહુકારે હા પાડી. તેની પાસેથી દાગીનાની પેટી લીધી અને પોતાના હાથે તિજોરીમાં મૂકી. ચાર મહિના પછી તે માણસે પાછા આવી દાગીના માંગ્યા. તેની દાગીનાની પેટી શાહુકારે પોતાના હાથે તિજોરીમાંથી બહાર કાઢી તેને આપી અને કહ્યું કે “બરાબર જોઈ લેજો. મેં એને હાથ પણ લગાડ્યો નથી.' પોતાના હાથે શાહુકારે દાગીના લીધા હતા અને આપ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org