Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૫
૫૬૯ પર જીવને ભોગવતો નથી અને જીવ પરને ભોગવતો નથી. જીવે દૃઢ નિશ્ચય કરવો જોઈએ કે ‘બન્ને દ્રવ્યો જુદાં છે, બન્નેનું પરિણમન સ્વતંત્ર છે, પરનું પરિણમન તે માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે.' તેણે પરદ્રવ્યોમાં કાંઈ પણ ફેરફાર કરવાની, તેને ભોગવવાની વ્યર્થ માન્યતા શીઘ્ર છોડવી જોઈએ, કેમ કે તેની એ માન્યતાથી તેને પોતાને જ દુઃખ થાય છે. પરનાં કર્તા-ભોક્તાપણાની બુદ્ધિ છૂટતાં જ અનંત પરદ્રવ્યના સ્વામિત્વનો ત્યાગ થાય છે. પરમાં કર્તા-ભોક્તાપણાની માન્યતાનો ત્યાગ કર્યા પછી રાગભાવનો ત્યાગ થાય છે. અભિપ્રાય સવળો થતાં રાગાત્મક-દ્વેષાત્મક પરિણામ ઘટતાં જાય છે અને જીવ શાંતિ-નિરાકુળતા-આનંદ અનુભવે છે. માટે જીવે યથાર્થ સમજણ દ્વારા પોતાની માન્યતા સવળી કરવી જોઈએ.
આત્માર્થી જીવ દેહમાં કરેલી આત્મબુદ્ધિના સંસ્કાર મટાડવા ઉગ્ન પુરુષાર્થ કરે છે. તે નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ કરે છે. દેહાધ્યાસ છોડવા માટે ભેદજ્ઞાનનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. જે જ્ઞાન વડે દેહાદિનો ચૈતન્યસ્વરૂપ આત્માથી ભેદ પડે અને શુદ્ધાત્માનો અનુભવ પ્રગટે તે ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનના બળ વડે જડ અને ચેતનની ભિન્નતા કરી, બન્ને દ્રવ્યને યથાર્થપણે ઓળખી શકાય છે. અંતરમાં ભેદજ્ઞાન પરિણામ પામતાં જડ અને ચૈતન્ય બન્નેને સાવ જુદાં જ જાણવારૂપ આત્મભાનની જાગૃતિ સતત રહી શકે છે. યથાર્થ ભેદજ્ઞાન કરી, ‘હું અતીન્દ્રિય, દેહાતીત, અરાગી, જ્ઞાયકતત્ત્વ છું' એમ સર્વ પદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવા પોતાના સ્વરૂપનાં યથાર્થ શ્રદ્ધા-જ્ઞાન કરતાં દેહાધ્યાસ ટળી જાય છે. જેમ ચંદનવૃક્ષને વીંટળાઈ રહેલા સર્પો ગરુડને આવેલો જોતાં જ ચંદન વૃક્ષને તજી દઈ સત્વર ભાગી જાય છે, તેમ ભેદજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ કર્મકૃત ભાવો સત્વર દૂર થઈ જાય છે.૧
દેહાદિ સંયોગોથી ભિન્ન એવા પોતાના આત્માનું જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે. નિજસ્વરૂપમાં એકતા કરીને પરથી જુદું પડ્યું તે જ જ્ઞાન સુજ્ઞાન છે. આવા ભેદજ્ઞાન વડે જ આત્માને અનુભવીને આજ સુધી અનંત જીવો સિદ્ધ થયા છે, થાય છે અને થશે; તેથી ભેદજ્ઞાન જ ત્રણે કાળમાં મોક્ષનો ઉપાય છે અને ભેદજ્ઞાની જ મુક્તિનો પંથી છે. ભેદજ્ઞાન વડે વિષયોની ઇચ્છારૂપ ભયંકર દાવાનળ બુઝાય છે અને પરમ આત્મશાંતિ પમાય છે. ભેદજ્ઞાની ચૈતન્યસ્વભાવમાં પ્રવેશીને, દેહાદિથી ભિન્ન એવા આત્માને ગ્રહણ કરે છે અને પરમ સુખને અનુભવે છે. તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે જે જીવ સુખને ઇચ્છતો હોય તેણે કરોડ ઉપાયથી, એટલે કે અંતરમાં મહાન અપૂર્વ ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૮, શ્લોક ૨૧ 'आत्मानं देहकर्माणि भेदज्ञाने समागते । मुक्त्वा यांति यथा सर्पा गरुडे चंदनद्रुमं ।। '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org