Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૬૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રતિકૂળ દેખાતાં પરિણમનને ખબર પણ નથી હોતી કે હું કોઈને અનુકૂળ-પ્રતિકૂળ થાઉં છું.' વસ્તુસ્થિતિ આમ હોવા છતાં બધાં દ્રવ્યનાં પરિણમન એકસાથે થતાં હોવાથી અજ્ઞાની જીવને અન્ય દ્રવ્યનું પરિણમન અનુકૂળ અથવા પ્રતિકૂળ દેખાવા લાગે છે. પરમાં અનુકૂળ-પ્રતિકૂળપણાની માન્યતા રાગ-દ્વેષને પ્રોત્સાહન આપી જીવને તેના સ્વભાવરૂપ ધર્મમાંથી શ્રુત કરે છે.
જ્યાં મિથ્યાત્વ વર્તે છે ત્યાં જીવ પોતાને પરનો કર્તા-ભોક્તા માને છે. જ્યાં સુધી જીવ દેહને પોતાનું સ્વરૂપ સમજે છે, રાગાદિ વિનાશી વિભાવોને પોતાના સમજે છે, ત્યાં સુધી પરનો કર્તા-ભોક્તા બની તે બંધાયા કરે છે. જડ પ્રત્યેના વલણવાળા ભાવથી જીવ પરનો કર્તા-ભોક્તા થાય છે અને કર્મબંધ ઉપાર્જન કરી સંસારની વૃદ્ધિ કરે છે, પરંતુ જ્યારે જીવ દેહાધ્યાસનું વમન કરે છે ત્યારે તે પરનો અકર્તા-અભોક્તા બને છે.
જેમ કોઈ પુરુષ ધોબીના ઘરથી ભમથી બીજાનું વસ્ત્ર લાવી, તેને પોતાનું જાણી, ઓઢીને સૂઈ જાય છે અને પોતાની મેળે જ અજ્ઞાની (આ વસ્ત્ર પારકું છે એવા જ્ઞાન વિનાનો) થાય છે; પરંતુ જ્યારે બીજો કોઈ તે વસ્ત્રનો છેડો ખેંચીને એને કહે છે, “તું શીધ્ર જાગ, સાવધાન થા. આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે. મને મારું વસ્ત્ર આપી દે.' ત્યારે વારંવાર કહેલું તે વાક્ય સાંભળતાં તે એ વસ્ત્રનાં સર્વ ચિહ્નોની સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ વસ્ત્ર પારકું જ છે' એમ જાણીને વસ્ત્રને ત્યાગી દે છે. તેવી રીતે જીવ પણ મથી દેહને પોતાનો જાણી, દેહમાં એકરૂપ થઈ સૂતો છે અને પોતાની જાતે અજ્ઞાની થયો છે. જ્યારે સદ્ગુરુ સ્વ-પરનો વિવેક કરાવી કહે છે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા. આ તારો આત્મા ખરેખર એક જ્ઞાનમાત્ર જ છે.' ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતાં તે સમસ્ત સ્વ-પરનાં ચિહ્નો વડે સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ પર જ છે, મારું નથી' એમ જાણીને દેહનું મમત્વ છોડી દે છે. તેથી જીવે સદ્ગુરુના બોધ દ્વારા “આ શરીર કે શરીરની કોઈ પણ અવસ્થા સાથે મારા આત્માને કોઈ સંબંધ નથી' એમ દઢ કરવું જોઈએ. દેહ અને આત્માના ધર્મો જાણી લઈ, તેની વચ્ચેની ભિન્નતાનું સ્પષ્ટ ભાન પ્રગટાવવું જોઈએ. છ દ્રવ્યોના સમુદાયરૂપ આ લોકમાં અનંતાનંત દ્રવ્યોની ભીડમાં ખોવાયેલા નિજાત્માની ભિન્નતાને ઓળખીને, અન્ય પદાર્થોની સાથે કલ્પનાથી માની લીધેલા સંબંધોને તોડીને, પોતાની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરવો જોઈએ.
જીવ દરેક પળે સ્વતંત્ર છે. પરનું પરિણમન પરને આધીન છે, જીવનું પરિણામન જીવને આધીન છે. જીવના પરિણમન અને પરના પરિણમનને કોઈ સંબંધ નથી. બે પ્રક્રિયા તદ્દન ભિન્ન છે. પર જીવનું કાંઈ કરતું નથી અને જીવ પરનું કાંઈ કરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org