Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૭૫
વિકારી ભાવોના કર્તૃત્વ અને ભોક્તત્વમાં રોકાય છે. પરંતુ પર્યાય જો સ્વભાવને અવલંબે તો તેને જ્ઞાનભાવનું જ કર્તૃત્વ તથા ભોક્તત્વ છે અને વિકારી ભાવોનું અકર્તૃત્વ તથા અભોતૃત્વ છે. સ્વાશ્રિત પર્યાય પોતાના જ્ઞાનની કર્તા-ભોક્તા છે અને પરભાવની અકર્તા-અભોક્તા છે. આત્માનો શુદ્ધ જ્ઞાનસ્વભાવ છે, તેથી તે રાગાદિ પરભાવોનો કર્તા કે ભોક્તા નથી અને એવા ટંકોત્કીર્ણ શુદ્ધસ્વભાવી આત્મદ્રવ્યને અવલંબતી પર્યાયને જ્ઞાનનું કર્તૃત્વ-ભોક્તત્વ છે અને રાગાદિનું અકર્તૃત્વ-અભોક્તત્વ છે. અજ્ઞાનભાવે પરિણમતી પર્યાય રાગાદિની કર્તા-ભોક્તા છે અને જ્ઞાનભાવે પરિણમતી પર્યાય રાગાદિની કર્તા-ભોક્તા નથી, પણ પોતાના સ્વરૂપની કર્તા-ભોક્તા છે. તેથી ‘તો' શબ્દ શુદ્ધજ્ઞાનસ્વભાવી આત્મદ્રવ્યને અવલંબતી પર્યાય માટે વપરાયો છે. આ ગાથામાં ‘તો' શબ્દ દ્વારા જ્ઞાનભાવે પરિણમતી પર્યાયની વાત મુખ્ય કરીને જીવને કર્મનો અકર્તા-અભોક્તા કહ્યો છે.
અહીં શ્રીમદ્ની લાક્ષણિક શૈલી અને શબ્દગૂંથણીના ચાતુર્યનો પરિચય મળે છે. તેમણે સંક્ષેપમાં કિંતુ ઘણી અર્થગંભીર વાત કરી છે. જો આ ગાથાની સૂક્ષ્મ વિચારણા કરવામાં આવે તો તેમાં કેટલું ગાંભીર્ય ભર્યું છે તે સમજાય અને જો આશય સમજાય તો તેની અસર ઘણી ઊંડી પડે.
ગાથા-૧૧૫
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
Jain Education International
‘છૂટે દેહાધ્યાસ તો, ભાસે આત્મતત્ત્વ સાર; નાસે સર્વ વિકાર તે, સહજ થાય અવિકાર. અન્ય દ્રવ્ય પર્યાયનો, નહિ કર્તા તું કર્મ; તને કદી ત્યજી શકે, તારા જે ગુણધર્મ. આ દેહાદિ વિટંબના, રૂપ કર્મફળ જેહ; નહિ ભોક્તા તું તેહનો, તું નિજ ગુણ મણિ ગેહ. જ્ઞાનામૃત ભોક્તા સદા, વસ્તુ સ્વભાવ સ્વધર્મ; એ આત્મા આરાધવો, એ જ ધર્મનો મર્મ.’૧
* * *
ન
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૫૭-૪૬૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org