________________
પ૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન રૂપથી સ્પષ્ટ અને એકસાથે જાણે છે તેને કેવળજ્ઞાન કહેવાય છે.
અહીં એ સમજવું અત્યંત અગત્યનું છે કે સર્વજ્ઞના જ્ઞાનનું આવું સામર્થ્ય હોવા છતાં સર્વજ્ઞને પરને જાણવાની ઇચ્છા, વિકલ્પ કે લક્ષ હોતાં નથી, પરંતુ આત્માનો સ્વભાવ સમસ્ત શેયોને એક જ સમયમાં જાણવાનો હોવાથી, જ્યારે આત્માના જ્ઞાન ગુણની પૂર્ણ વિકસિત શુદ્ધ પર્યાય - કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમાં સમસ્ત લોકાલોક સહજપણે પ્રતિબિંબિત થાય છે. આત્મા વિશ્વનાં બધાં તત્ત્વોથી ભિન્ન તો છે જ, તેમજ બધાથી શ્રેષ્ઠ પણ છે, કારણ કે એ તમામને એક સમયમાં જાણવાની શક્તિ એકમાત્ર આત્મામાં છે. તેનામાં પોતાના અસ્તિત્વને તથા અન્ય પદાર્થોનાં અસ્તિત્વને જાણવાનું સામર્થ્ય હોવાથી આત્મા જ એક ઉત્કૃષ્ટ મહિમાવાન પદાર્થ છે. આ જગતમાં જાણવાવાળો પદાર્થ ન હોત તો લોકમાં રહેલાં દ્રવ્યોનાં અસ્તિત્વની પ્રસિદ્ધિ કોણ કરત? મૂલ્યવાન અને મહત્તાવાન પદાર્થ એ જ છે કે જે સર્વનાં અસ્તિત્વની પ્રસિદ્ધિ કરે. જે પ્રકાશ વડે આ વિશ્વ જણાય છે, તે પ્રકાશ ફક્ત ચૈતન્યરત્નનો જ છે.
આત્મા સ્વયં સ્વપરપ્રકાશક છે એટલે કેવળજ્ઞાનમાં લોકાલોકવર્તી સમસ્ત દ્રવ્યો સમસ્ત પર્યાય સહિત એક સમયમાં સ્પષ્ટ જણાય છે. સ્વ-પરને જાણનારા ચૈતન્યપ્રકાશથી સમગ્ર વિશ્વનું દર્શન થાય છે. કેવળજ્ઞાનથી સર્વ પરપદાર્થનું જે પ્રકાશકપણું છે તે સમજાવતાં એક પત્રમાં શ્રીમદ્ લખે છે –
જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન” કહ્યું છે."
સર્વજ્ઞ ભગવાન વિશ્વના સમસ્ત પદાર્થો અને તેના ત્રિકાળી ભાવોને જાણે છે, તેનું કારણ છે આત્માની સ્વપરપ્રકાશક શક્તિની નિર્મળતા. સર્વને જાણવાના સામર્થ્યરૂપે પરિણમેલો સર્વજ્ઞનો આત્મા પોતે પોતાને જાણતો હોવા ઉપરાંત સર્વ યોને પણ જાણે છે. ઓરડામાં રહેલી કોઈ એક વસ્તુને શોધવા માટે દીવો કર્યો હોય તો દીવાની પ્રકાશક શક્તિથી અન્ય વસ્તુ પણ પ્રકાશિત થાય છે, અર્થાત્ ત્યાં રહેલી બીજી વસ્તુઓ પણ દેખાય છે. તેવી જ રીતે આત્માનો પુરુષાર્થ માત્ર નિજસ્વરૂપની સંપૂર્ણ અનુભૂતિ માટે જ હોય છે અને એ જ લક્ષે પુરુષાર્થ કરવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૬૦ (પત્રાંક-૫૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org