Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
છે કે દેહ સાથેનો એકતારૂપ દેહાધ્યાસ છૂટે તો જીવનું કર્તા-ભોક્તાપણું ટળે અને ક્રમે ક્રમે સર્વ કર્મબંધનથી રહિત થવાય. જ્ઞાનીઓએ સર્વ સાધનો દેહાધ્યાસ દૂર કરવા માટે જ બતાવ્યાં છે. સર્વ દુઃખનું મૂળ એવો દેહાધ્યાસ, અર્થાત્ દેહમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યા માન્યતા જીવમાં અનાદિ કાળથી પ્રવાહપણે ચાલી આવે છે. સ્વરૂપવિસ્મરણના કારણે તે પરમાં કર્તૃત્વબુદ્ધિ તથા ભોક્તૃત્વબુદ્ધિ કરે છે. ‘હું પરનું કરી શકું, પરને ભોગવી શકું' એવું તે માને છે અને તેથી તેવી વૃત્તિ-પ્રવૃત્તિમાં તે અસ્ત રહે છે; પરિણામે કર્મબંધ કરી તે સંસારની વૃદ્ધિ કરે છે. ભેદજ્ઞાનના બળ વડે જ્યારે આ દેહાત્મમનો નિરાસ થાય છે ત્યારે દેહ સાથેની તાદાત્મ્યવૃત્તિ છૂટી જતાં પોતાના શુદ્ધ, પૂર્ણ, નિત્ય, ધ્રુવ તત્ત્વ સાથે તાદાત્મ્ય સ્થપાય છે. ‘સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવો હું જ્ઞાનસ્વભાવી આત્મા છું' એવી વિવેકજ્યોતિ જાગૃત થતાં પરિણતિ સ્વભાવ તરફ વળે છે. હવે તે જીવ સ્વભાવ તરફ વળેલા જ્ઞાનપરિણામને જ કરે છે. જ્ઞાનપરિણામ સિવાય અન્ય કોઈ ભાવના તેઓ કર્તા અને ભોક્તા થતા નથી. તેઓ સર્વ પરને પોતાથી ભિન્ન જાણીને તેના જ્ઞાતા જ રહે છે. તેમનો લક્ષરૂપ પ્રવાહ આત્મસત્તામાં જ નિરંતર વહેતો હોવાથી તેઓ સ્વભાવના કર્તા-ભોક્તા બને છે અને તેથી તેઓ કર્મના કર્તાભોક્તા થતા નથી.
-
આગમપદ્ધતિએ જોતાં તો પૂર્ણપણે કર્મનું અકર્તા-અભોક્તાપણું ચૌદમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, પરંતુ અધ્યાંત્મપદ્ધતિએ વિચારતાં કર્મના ઉદયમાં કેવળ તન્મયપણે આત્મા જ્યારે પરિણમે નહીં ત્યારે તેને અકર્તા-અભોક્તા કહેવાય છે. આવી દશા ચોથા ગુણસ્થાનકથી પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વ નિવૃત્ત થતાં દેહાધ્યાસ છૂટે છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયમાં કેવળ તન્મયપણે પ્રવર્તતા નથી. જ્ઞાનીને સમ્યક્ અભિપ્રાય વર્તતો હોવાથી ઉદયમાં એકત્વબુદ્ધિ - અભેદબુદ્ધિ થતી નથી. અભિપ્રાયમાં એકતા થતી નહીં હોવાથી રાગ ટકી શકતો નથી. આ પ્રમાણે ચોથા ગુણસ્થાનકે વર્તતા જીવને અધ્યાત્મપદ્ધતિએ કર્મના અકર્તા-અભોક્તા કહેવાય છે, કારણ કે દૃષ્ટિમાંથી રાગનું કર્તાભોક્તાપણું સર્વથા ટળી ગયું છે. આ જ ધર્મનું રહસ્ય છે. આમ, અધ્યાત્મશૈલીથી રચાયેલ આ ગાથા અત્યંત રહસ્યપૂર્ણ છે.
અજ્ઞાની જીવ માત્ર સપાટી ઉપર જીવન જીવે છે. તે સાવ કિનારે કિનારે
વિશેષાર્થ જીવન જીવી રહ્યો છે. તે પરિઘ ઉપર જ રહે છે, કેન્દ્રમાં ક્યારે પણ પ્રવેશતો નથી. ઇન્દ્રિયો પરિધ ઉપર છે અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ કેન્દ્ર ઉપર છે. અજ્ઞાની જીવનો ઉપયોગ કેન્દ્ર તરફ નથી હોતો, પણ ઇન્દ્રિયોમાં અટકેલો રહે છે. ઇન્દ્રિયો જીવના અસ્તિત્વની સીમા ઉપર છે, જ્યારે ઇન્દ્રિયવિષયો તો સીમા ઉપર પણ નથી. તે સીમાની પણ પાર રહેલા છે. તેનું જ્ઞાન અને વીર્ય ઇન્દ્રિયોના વિષયોમાં રોકાયેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org