Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા૧૧૪
૫૪૫
થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.”
સમ્યગ્દષ્ટિ જીવને સ્વસ્વરૂપનો યથાર્થ બોધ થયો હોવાથી તેમના અંતરમાંથી જગતના પદાર્થોનું માહાત્મ ઊડી જાય છે. તેમને જગતના સર્વ પદાર્થો નીરસ અને ફિક્કા લાગે છે, તૃણવતું લાગે છે. ક્ષણિક સુખ આપનારા, અપવિત્ર અને પોતાના સ્વભાવથી વિપરીત લક્ષણોવાળા પરપદાર્થોને પ્રાપ્ત કરીને તેમને હર્ષ થતો નથી અથવા ઈષ્ટ પદાર્થોનો વિયોગ થવાથી તેમને શોક પણ ઊપજતો નથી. જગતના પદાર્થોની પ્રાપ્તિઅપ્રાપ્તિમાં તેમને હંમેશાં સમભાવ જ રહે છે, વિષમ ભાવની ઉત્પત્તિ થતી નથી.
આવો સમતાભાવ જેને અંગીકાર કરવાથી પ્રગટે છે, તેવા આત્મસ્વરૂપનું નિર્મળપણું, પરિપૂર્ણપણું, નિત્યપણું અને અત્યંત આહૂલાદકપણું તેમને ભેદરહિતપણે અનુભવમાં આવે છે. નિર્વિકલ્પ દશામાં થતા આવા અનુભવથી તેમને પોતાનું સ્વરૂપ શુદ્ધ ભાસે છે. પરથી ભિન્ન એવું શુદ્ધપણું અનુભવમાં આવે છે. તે સ્વરૂપ સર્વ ગુણથી સંપન્ન હોવાથી પરિપૂર્ણ છે અને પરિપૂર્ણ હોવાથી કોઈ અન્ય દ્રવ્યની તેને અપેક્ષા હોતી નથી. આવું સંપૂર્ણપણું અનુભવાતાં બાહ્ય ઊણપથી તેઓ દીનતા અનુભવતા નથી. પરથી નિરપેક્ષ એવા પોતાના આંતર વૈભવનો અનુભવ થતાં તેમને પરની અપેક્ષાવૃત્તિ, આધારબુદ્ધિ છૂટે છે. પુદ્ગલકૃત ક્ષણભંગુર અવસ્થાઓથી, બાહ્ય પરિસ્થિતિઓથી અને સંયોગોમાં આવતાં પરિવર્તનોથી હવે તેઓ ચિંતિત કે વિચલિત થતા નથી. સ્વરૂપનું અવિનાશીપણું અનુભવમાં આવતાં બધો જ ભય, અસુરક્ષા તથા અસલામતીનાં બધાં પરિણામ વિલય પામે છે. આત્માના શાશ્વત અસ્તિત્વની પ્રતીતિ થતાં તેમને મૃત્યુનો ભય કદી સ્પર્શતો નથી. કોઈ નાશ કરી શકે નહીં એવું આનંદપણું અનુભવવાથી પરમાં સુખબુદ્ધિ, કર્તબુદ્ધિ વગેરે ટળી જાય છે. આત્માનો નિરુપાધિક આનંદ અનુભવમાં આવ્યો હોવાથી વિષયસુખનો, ભૌતિક સુખનો ભ્રમ ભાંગી જાય છે. અંતરરહિત - અભેદભાવે ઉપરોક્ત ગુણો તેમના અનુભવમાં આવે છે.
સર્વ વિભાવપર્યાયમાં અધ્યાસથી જે ઐક્ય અનુભવાતું હતું, અર્થાત્ અનાદિ કાળથી રાગાદિ વિકારો સાથે જે એકતા હતી, અનાદિ મિથ્યા અધ્યાસથી “આ હું' એવો જે અનુભવ થતો હતો; તે સર્વથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એવો તેમને અનુભવ થાય છે. સ્વરૂપ સાથે ઐક્યભાવ થયો હોવાથી વિભાવ સાથેનું ભિન્નપણું સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષપણે તેઓ અનુભવે છે. તેમને સ્વભાવમાં તાદાભ્ય અને વિભાવથી ભિન્નતા સતત વર્તે છે.
જેમ સમુદ્ર નિત્ય છે, તેનો ઉત્પાદ પણ નથી અને વ્યય પણ નથી; પરંતુ તેમાં ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૫ (પત્રાંક-૪૯૩, “છ પદનો પત્ર').
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org