Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. પોતે જ ખજાનો છે અને છતાં કેવી વિડંબના છે કે તે ભીખ માંગે છે. સ્વસ્વરૂપમાં ઐક્યરૂપ ખાડો બનાવતાં અને શરીરની સાથે જે તાદાત્મ કરી લીધું છે તે તાદાભ્યરૂપ માટીને હટાવતાં ખજાનાનો પત્તો મળી જાય છે. ભારે પ્રયત્ન વિના જીવ સમ્રાટ થઈ શકે છે. સ્વસ્વરૂપના અનુસંધાનથી જીવને આત્મજ્ઞાન પ્રગટી શકે છે.
ભિખારી અને સમાટની વચ્ચે ઘણું જ અંતર છે. તેવી જ રીતે અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે અનંત દૂરતા છે. જ્ઞાનીને સ્વરૂપનું અનુસંધાન નિરંતર હોય છે, જ્યારે અજ્ઞાનીને ફક્ત એ જ કરવાનું બાકી છે. જો તે સ્વરૂપાનુસંધાન કરે તો તે પણ શીઘ જ્ઞાની થઈ જાય છે. જ્ઞાની પણ અજ્ઞાનીની જેમ ક્યારેક ભિખારી હતા. સ્વરૂપાનુસંધાનથી ભિખારીપણું મટી ગયું, સમાટપણું અનાવરિત થયું અને તેઓ સ્વામી થઈ ગયા. જ્ઞાની પોતાના આંતરિક ખજાનાને પ્રાપ્ત કરી લે છે પછી તેઓ ભિખારી નથી રહેતા, સમાટ બને છે. દરેક જીવે માત્ર પોતાના ખજાના ઉપર નજર કરવાની છે. જો બહાર કશે પહોંચવાનું હોત, બહારથી કંઈક અંદર લાવવાનું હોત તો જરૂર એ કાર્ય કઠિન હોત; પરંતુ તેવું કંઈ કરવાનું નથી, માત્ર આવરણ જ દૂર કરવાનું છે.
બે વ્યક્તિ બાજુ બાજુમાં બેઠી છે. આંખની કોઈ મોટી ક્ષતિના કારણે એક વ્યક્તિ અંધ છે. બીજી વ્યક્તિ અંધ નથી, તે જોઈ શકે છે, પણ અત્યારે આંખ મીંચીને બેઠી છે. જો વર્તમાન ક્ષણમાં તે બન્નેને આસપાસનું દૃશ્ય દેખાડવું હોય તો અંધ વ્યક્તિના કિસ્સામાં એ કાર્ય અત્યંત કઠિન બને છે, કેમ કે તે માટે શસ્ત્રક્રિયા કરવી પડે છે; જ્યારે દેખતી વ્યક્તિએ તો માત્ર આંખ જ ઉઘાડવાની છે, માત્ર અનાવરણ જ કરવાનું છે અને તેથી એના કિસ્સામાં એ કાર્ય અત્યંત સરળ બને છે. તેવી જ રીતે સત્ પ્રાપ્ત કરવા સત્ તરફ નજર કરવાની છે અને તેથી જ સત્ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. અગત્યનું છે માત્ર અનાવરણ. તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે સત્ સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે.
જીવને આત્મજ્ઞાનરૂપ જાગૃતિ પ્રગટતાં પરિભ્રમણનું મૂળ કારણ એવું વિભાવભાવમાં કરેલું તાદાભ્ય છેદાઈ જાય છે. જીવ શુભાશુભ ભાવ કરીને અનંત વાર સ્વર્ગમાં ગયો અને અનંત વાર નરકમાં પણ ગયો. શુભાશુભ ભાવ સાથે અભેદભાવની માન્યતાથી ચારે ગતિમાં અનંત કાળ રખડ્યો, પણ જ્યાં આત્મજ્ઞાનરૂપી જ્યોતિ પ્રગટ થઈ ત્યાં પરિભ્રમણ ટળી ગયું અને મુક્તિની પર્યાય અંશે પ્રગટ થઈ. “મારો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે, વીતરાગસ્વભાવી છે' એમ સ્વીકારતી જ્ઞાનજ્યોતિ એવી તો સજ્જ થઈ કે હવે તો પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થઈને કેવળજ્ઞાન લીધે છૂટકો! જ્ઞાનજ્યોતિના ફેલાવાને કેવળજ્ઞાનમાં પરિણમતાં કોઈ રોકી શકે એમ જ નથી. તે પ્રગટી તે પ્રગટી, હવે કેવળજ્ઞાન સુધી પહોંચી જ જવાની!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org