Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૪૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ઊડી જાય છે અને વસ્તુસ્વરૂપનું યથાર્થ દર્શન થાય છે. આત્મા જાગૃત થતાં દિવ્ય જીવન જીવવાની યથાર્થ દૃષ્ટિની સમ્યગ્દર્શનની તેને પ્રાપ્તિ થાય અને તે ક્રમશઃ મોક્ષને પામે છે. શ્રીમદે છ પદના પત્રમાં લખ્યું છે કે
-
‘અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.’૧
અનાદિ સ્વપ્નદશાના અર્થાત્ ભાંતદશાના કારણે કર્મકૃત અવસ્થા અને ભાવોમાં તાદાત્મ્યપણું ચાલ્યું આવે છે અને તેથી અહં-મમભાવો ઉત્પન્ન થયા કરે છે. જેમ કોઈ ભિખારીને સ્વપ્નમાં મોટું રાજપાટ મળે અને તે પોતાને મોટો રાજા માને, પણ જાગૃત થતાં જ સ્વપ્ન પૂરું થાય છે અને તેને પોતાની સાચી સ્થિતિનો ખ્યાલ આવી જાય છે; તેમ અજ્ઞાનરૂપ સ્વપ્નદશાને આધીન થવાથી અજ્ઞાની જીવ પોતાના નહીં એવા વિવિધ પદાર્થોમાં હુંપણાની અને મારાપણાની કલ્પના કરે છે. આવી ભ્રાંતિરૂપ જે સ્વપ્નદશા, તેનો નાશ થવા માટે જ્ઞાનીપુરુષો શાશ્વત સિદ્ધાંતરૂપ છ પદનો બોધ આપે છે. જેમ જેમ તેના ઉપર વિચાર કરવામાં આવે છે, તેમ તેમ પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપનું ભાન પ્રગટ થાય છે. સ્વપ્નદશાથી રહિત એવું પોતાનું સ્વરૂપ જ્ઞાનીનાં વચન દ્વારા જાણી, જીવ કર્મકૃત અવસ્થાને બદલે પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય કરે તો સમ્યગ્દર્શન થાય છે. તે પોતાના સ્વરૂપમાં અહંભાવ સ્થાપે તો જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે અને સ્વરૂપમાં સ્થિરતાની વૃદ્ધિ થતાં મોક્ષને પામે છે. જે સાધક યથાર્થ બોધથી પ્રગટેલી સુવિચારની શ્રેણીએ ચડીને અજ્ઞાનરૂપી સ્વપ્નદશાનો નાશ કરે છે, તેને પોતાના આત્માના સાચા સ્વરૂપનું ભાન પ્રગટે છે અને આવો પ્રબુદ્ધ સાધક ક્રમે કરીને પૂર્ણ શુદ્ધ દશાને મોક્ષને પ્રાપ્ત થાય છે. જે જીવને સ્વસ્વરૂપનો યથાર્થ બોધ પ્રગટ થાય છે, સ્વરૂપની સાવધાની હોય છે, સ્વરૂપસ્મૃતિ-સ્વરૂપજાગૃતિ હોય છે, તે જીવની દશા વર્ણવતાં શ્રીમદ્ છ પદના પત્રમાં લખે છે કે
‘કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ - અત્યંત પ્રત્યક્ષ - અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૫ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org