Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૩
પ૨૭ અસંખ્યાત પ્રદેશો છે. એવા એક એક પ્રદેશે અનંત કાર્મણ વર્ગણા છે. એક એક કાર્પણ વર્ગણા મળે અનંત અનંત પુગલપરમાણુઓ છે. એક એક પુદ્ગલપરમાણુ અનંત ગુણ અને અનંત પર્યાય સહિત છે. આ સર્વ એક જ સમયમાં કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ યુગપદ્ ઝળકે છે. કેવળજ્ઞાનના સૂક્ષ્મતમ સ્વરૂપની મીમાંસા કરતાં શ્રીમદ્ લખે છે –
કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પરમાણુ' છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પ્રદેશ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં; જે તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે; તે કષાયાદિને અભાવે એકસમયવર્તીપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે; માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને “કેવળજ્ઞાન' પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં “કેવળજ્ઞાન હોય છે, માટે એ પ્રકારે કહ્યું કે : એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને “કેવળજ્ઞાન' પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાનીપુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ “વિચારયોગ' કહ્યો છે એમ સમજવા યોગ્ય છે."
સમય, પરમાણુ, પ્રદેશ એ સર્વ સૂક્ષ્મતમ ભાવોને પૂર્ણ શુદ્ધ ઉપયોગ જ ગ્રહણ કરી શકે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના પૂર્ણ અભાવે જ રહણ થાય છે અને કષાયાદિના સંપૂર્ણ અભાવે જ કેવળજ્ઞાનનું પ્રગટવાપણું થાય છે. તેથી જ શાસ્ત્રોમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જે જ્ઞાન ત્રણ કાળ અને લોકાલોકવર્તી સર્વ પદાર્થ(અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયો)ને પ્રત્યેક સમયમાં યથાસ્થિત, પરિપૂર્ણ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૭ (પત્રાંક-૬૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org